નવસારીઃ જાન માંડવે હતી ને યુવતીએ કેવું ભર્યું આઘાતજનક પગલું? જાણો પછી શું થયું?
મિતાલી અને નિરવ નદીમાં કૂદ્યા પછી વિરાવળના યુવાનોએ નદીમાં કૂદી બંનેને બહાર કાઢી સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં બંનેની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જાનપક્ષના લોકોને આ વાતની ખબર પડતાં ના છૂટકે જાન પરત ફરી હતી. જોકે, આખી ઘટના માટે લોકોએ મિતાલીના પરિવાર સામે નારાજગી વ્યક્ત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરમિયાન મિતાલી અને તેના પ્રેમી નિરવે નદીમાં કૂદીને આપઘાત કર્યો હોવાના સમાચાર મળતાં કન્યા અને વર પક્ષમાં ભૂકંપ જેવી સ્થિતિ પેદા થઈ ગઈ હતી. મિતાલીના પરિવારજનો પૂર્ણા નદી પહોંચ્યા હતા. જ્યારે વર પક્ષ તરફથી જાન થોભાવી દેવામાં આવી હતી. કંઇક મંગળ થવાનું જણાતા જાનમાં પણ સોપો પડી ગયો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, નવસારીના જહાંગી ટોકીઝ પાસે આવેલા રામેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા નટવર પટેલની પુત્ર મિતાલીના ગઈ કાલે 26મીએ પીંજરત ગામના હીરન નવિન પટેલ સાથે થવાના હતા. લગ્ન માટે જાન પણ સવારે આવી પહોંચી હતી અને વરઘોડો કાઢવાની તૈયારી ચાલુ હતી.
આ પછી પ્રેમી નિરવ સાથે પૂર્ણા નદીના કિનારે આવી હતી. આ પછી બંનેએ આ જીવનમાં એક થઈ શકશે નહીં, તેવું લાગતા નદીમાં ઝંપલાવી દીધું હતું. બીજી તરફ જાન પરણવા માટે લગ્નના માંડવા તરફ આવવાની તૈયારીઓ થઈ રહી હતી. ઘણો સમય થવા ચતાં મિતાલી ઘરે ન આવતાં પરિવારમાં ભાગદોડ મચી ગઈ હતી.
બીજી તરફ કન્યા મિતાલીને તેના જ એપાર્ટમેન્ટમાં રહેતા નિરવ અરવિંદ પટેલ નામના યુવક સાથે પ્રેમસંબંધ હોઇ તેને આ લગ્ન મંજૂર નહોતા. ત્યારે ગઈ કાલે સવારે મિતાલી ઘરેથી બ્યૂટીપાર્લરનું કહીને નીકળી ગઈ હતી.
નવસારીઃ શહેરના રામેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતી યુવતીના લગ્નની જાન આવીને માંડવે ઊભી હતી, ત્યારે યુવતી બ્યૂટીપાર્લરમાં જવાનું કહીને પ્રેમી સાથે ભાગી જતાં પરિવાર દોડતો થઈ ગયો હતો. યુવતીએ પ્રેમી સાથે પૂર્ણા નદીમાં કૂદી ગઈ હોવાની માહિતી મળતાં પરિવારમાં હડકંપ મચી ગયો હતો. બીજી તરફ કન્યા નદીમાં કૂદી હોવાના સમાચાર પછી જાન લીલા તોરણેથી પાછી ફરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -