બનાસકાંઠાઃ યુવતી સાથે મોજ કરવાની લાલચથી યુવકને મળવા ગયો, જાણો પછી શું બની ઘટના?
આરોપીઓ યુવકને સ્ક્વોડા કારમાં બેસાડીને અપહરણ કરી ગયા હતા. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ ઉપરાંત હજુ અન્ય પાંચ આરોપીઓ આ અપહરણમાં સંડોવાયેલા છે. યુવકને હની ટ્રેપમાં ફસાવી આ લોકો પૈસા પડાવવા માગતા હતા. જોકે, પોલીસે તેમનું કાવતરું નિષ્ફળ બનાવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુવકનું અપહરણ થયું હોવાની ફરિયાદ એલસીબી પોલીસને મળતાં યુવકની ભાળ મેળવીને પાલનપુરના જગાણા પાસે પોલીસે દિલધડક ઓપરેશન કરીને યુવકને હેમખેમ બચાવી લીધો હતો. આ સાથે બે આરોપીઓને પોલીસે પકડી પાડ્યા હતા.
પાલનપુરઃ ખાનગી કંપનીમાં ફિલ્ડ ઓફિસર તરીકે કામ કરતાં યુવકને યુવતી સાથે મોજ કરવાની લાલચ ભારે પડી ગઈ હતી. મૂળ રાજસ્થાનના યુવકને પાલનપુરના કણોદરના બે આરોપીઓએ યુવતી સાથે મજા કરવાની લાચ આપીને બોલાવ્યો હતો. જેવો યુવક તેમની પાસે ગયો કે, તેનું અપહરણ કરી લીધું હતું અને છોડવા માટે એક લાખ રૂપિયાની માગણી કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -