1લી એપ્રિલથી પેસેન્જર વાહનોમાં ફરજિયાત આ ડિવાઈસ લગાવવું પડશે, જાણો લોકોને શું થશે ફાયદો
આ મામલે વાહનવ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ગુજરાતમાં એસટીની 7000 બસોમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી છે. સુપ્રિન કોર્ટના આદેશનો અમલ કરવા માટે જ્યારે પણ આરટીઓમાં અન્ય પેસેન્જર વાહનો ફિટનેસ ચેકિંગ માટે આવે ત્યારે તેમાં જીપીએસ સિસ્ટમ લાગેલી છે કે નહીં તેની તપાસ કરવામાં આવે છે. 1લી એપ્રિલ પછી વાહનમાં જીપીએસ સિસ્ટમ નહીં હોય તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએટલું જ નહીં વાહનોમાં માત્ર જીપીએસ સિસ્ટમ જ નહીં પરંતુ પેનીક બટન સિસ્ટમ પણ લોડ કરવાની રહેશે. જે સીધા જ પોલીસ કન્ટ્રોલ રૂમ સાથે કનેક્ટેડ રહેશે.
દિલ્હીમાં તમામ પ્રાઈવેટ ટ્રાવેલ્સ, પેસેન્જર વ્હિકલમાં આ સિસ્ટમ અપલોડ છે. નિર્ભયા કેસ પચી સુપ્રિમકોર્ટે આપેલા ચૂકાદાને પગલે ભારત સરકારની ગાઈલાઈનનો અમલ ગુજરાતના પેસેન્જર વ્હિકલમાં કરાવવા માટે ગુજરાત સરકાર પાસે 31મી માર્ચ સુધીનો જ સમય છે. આ વ્યવસ્થાને વાહનોથી લઈને પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના કન્ટ્રોલરૂમ સાથે જોડવાની રહેશે.
ગુજરાતમાં સરકારી એસટી બસ, પ્રાઈવેટ કંપનીઓની લક્ઝરી, પેસેન્જર સેવાઓ પુરી પાડતી બસો, ઓટોકેબ કંપનીઓની મોટરકાર, રિક્ષાઓ સહિત પ્રાઈવેટ કંપનીઓની બસ અને સ્કૂલ બસ સહિતના તમામ વાહનોને આ નિયમ અંતર્ગત આવરી લેવામાં આવશે.
પેસેન્જર વ્હિકલમાં જીપીએસ સિસ્ટમ લગાવવાથી પોલીસ અને સરકારી સિસ્ટમ સાથે તે કનેક્ટેડ હશે જેથી વાહન અને તેમાં સવાર પેસેન્જરના લોકેશન ટ્રેસ થઈ શકશે જે આપત્તિ કે અન્ય કોઈ દુર્ઘટના સમયે મદદરૂપ સાબિત થશે.
ગાંધીનગરઃ આગામી એપ્રિલ મહિનાથી ગુજરાતમાં પેસેન્જર વ્હિકલમાં જીપીએસ સિસ્ટમ ફરજિયાત લગાવવી પડશે. નિર્ભયા કેસમાં સુપ્રિમ કોર્ટે આપેલા ચૂકાદાનો અમલ કરવા માટે ગુજરાત સરકાર, રાજ્યના વાહન વ્યવહાર વિભાગે જોરશોરથી તૈયારી શરૂ કરી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -