પંચમહાલમાં ભાજપના કયા સાંસદે પત્નીને ટિકિટ આપવા પકડી જીદ, હાઈકમાન્ડને શું આપી ચિમકી, જાણો વિગતે
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 106 ઉમેદવાર અને કોંગ્રેસે 77 ઉમેદવારોની જાહેરાત કરી છે. ઉમેદવારોની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો હતો. ભાજપે 106 ઉમેદવારોની જાહેરાત બાદ રવિવારે ભાજપમાં ઠેર ઠેર વિરોધ જોવા મળ્યો હતો. જ્યારે ગઈ કાલે મોડી રાત્રે કોંગ્રેસ દ્વારા 77 ઉમેદવારોની યાદી જાહેર થતાં હંગામો થયો. જેમાં અમુક લોકોના પત્તા કપાતા કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ કર્યો હતો જ્યારે પાટીદાર આગેવાનો પણ વિરોધ કર્યો હતો. જેને લઈને ઘણી જગ્યા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી બાજુ રવિવારે મોડી રાતે કોંગ્રેસે 77 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી જેમાં પાસના આગેવાનોને પણ ટિકિટ આપવામાં આવી હતી જ્યારે ઘણી જગ્યા કોંગ્રેસના ઘણાં આગેવાનોની ટિકિટ કપાતા મોડી રાતે વિરોધ કરવામાં આવ્યો હતો જ્યારે પાટીદારો દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી.
ગુજરાતમાં ઘણી જગ્યાએ ભાજપના ઉમેદવારી પસંદગી સામે નારાજગી જોવા મળી હતી જેમાં સૌરાષ્ટ્રમાં ભાજપના કાર્યકરો નારાજ જોવા મળ્યા હતાં. જામનગરના વર્તમાન ધારાસભ્ય વસુબેન ત્રિવેદીનું પત્તું કપાતા રોષે ભરાયેલા સમર્થકો રોડ પર ઉતરી આવ્યા હતાં. રોષે ભરાયેલા સમર્થકોએ એવી ચિમકી આપી હતી કે વસુબેનને ટિકિટ નહીં તો વોટ નહીં. આમ, ભાજપમાં ઠેર ઠેર અસંતોષની જ્વાળા ભભૂકી ઉઠી છે.
પંચમહાલના સાંસદે પત્નીની ટિકિટ નહીં આપો તો અપક્ષ તરીકે ચૂંટણ લડીશું તેવી ચિમકી આપતા ભાજપના નેતાઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ભાજપમાં ભડકો થતાં ગઈ કાલે ગાંધીનગર ખાતે અમિત શાહની આગેવાનીમાં બેઠક બોલાવવામાં આવી હતી.
આ વખતે ભાજપનાં સાંસદો પત્ની, પુત્રને ધારાસભ્ય બનાવવા પ્રયત્નો કરી રહ્યા છે જેના ભાગરૂપે ઘણાં ધારાસભ્ય, સંગઠનના હોદ્દેદારોએ સંતાનોને મેદાનમાં ઉતારવા માટે છેલ્લી ઘડીને પ્રયત્નો કર્યા છે.
ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત થયા બાદ બન્ને પક્ષોમાં ભડકો જોવા મળ્યો હતો. જેમાં બનાસકાંઠાના સાંસદ લિલાધર વાઘેલાએ પુત્રને ટિકિટ આપવા ઉગ્ર માંગ કરી છે તો પંચમહાલના ભાજપ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે પણ પત્નીને ટિકિટ આપવા જીદ કરી છે. એટલું જ નહીં હાઈકમાન્ડને ચિમકી પણ આપી છે કે, જો મારી પપત્ને ટિકિટ આપવામાં આવશે નહીં તો અમે અપક્ષ તરીકે ચૂંટણી લડીશું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -