પાટણ: છાપરામાં સગાભાઈએ જ મોઢું દબાવીને બહેનનો કર્યો રેપ, પરિવારજનોને કેવી રીતે પડી ખબર, જાણો વિગતે
પીએસઆઇ એન.આર. પટેલે જણાવ્યું કે, સગીરાના માતા-પિતા આ બાબતે કંઇ બોલવા માંગતા નથી. તેમના દીકરાની ભૂલ થઇ ગઇ છે એક જ વાત પકડી રાખી છે. અગાઉ તેમણે કોઇ ડોકટરને પણ બતાવ્યું નથી. સગીરાને પેટમાં દુ:ખાવો થતો હોઇ ગાંઠ કે એપેન્ડીકસ થઇ છે તેમ કહીને ધારપુર સિવિલમાં દાખલ કરાવી હતી. પરંતુ ડોકટરે તપાસ કરતાં ગર્ભવતી હોવાનું ધ્યાને આવ્યું હતું. આ બાબતે તબીબે પોલીસને જાણ કરી હતી. સગીરાના માતા- પિતા ફરિયાદ આપવા પણ તૈયાર ન હતા, પરંતુ ભોગ બનનાર સગીરાએ ડોકટરની હાજરીમાં નિવેદન આપતાં તેની ફરિયાદ લીધી છે. આરોપીને પકડવા પોલીસની 3 ટીમો બનાવાઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં સગીરા અને તેની દીકરી બંને ધારપુર સિવિલમાં સારવાર હેઠળ છે. ડીએનએ ટેસ્ટ માટે પોલીસની દરખાસ્તથી સેમ્પલ લઇને મોકલી અપાયા છે, હાલે તો બાળકી પાછળ તેની માતાનું નામ લખાયું છે તેમ ફરજ પરના તબીબે જણાવ્યું હતું. તો કુંવારી માતા બનેલી સગીરાએ જણાવ્યું કે, તે ભણેલી નથી અને કંઇ તકલીફ થઇ નહોતી, ખબર જ પડી ન હતી.
પોલીસે જણાવ્યું કે, આ બાળકી આરોપીની છે કે નહીં તેના મેડિકલ પુરાવા માટે નવજાત બાળકીનો ડીએનએ ટેસ્ટ કરાવાશે. ટેસ્ટ માટે સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવશે. ધારપુર સિવિલમાં સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવાયું છે.
નવજાતની નાનીએે કહ્યું કે, અમે રહ્યા અભણ માણસો. સગાસંબંધીને મળવાનું પણ ઓછું થાય છે એટલે આવી કોઇ ખબર જ ન પડી. અમે ગાંઠ સમજી બેઠા અને દવાખાને ગયા નહોતા તે અમારી ભૂલ. 2 મોટી દીકરીઓ તેમના ઘરે છે. મોટા દીકરાના લગ્ન પણ હમણાં જ થયાં છે. હવે આ બેનું શું થશે તેની ચિંતા થાય છે.
પાટણ: પાટણના સરિયદ ગામમાં એક જબરદસ્ત ઘટના પ્રકાશમાં આવી છે. સીમ વિસ્તારમાં રહેતા ખેતમજૂર પરિવારની સગીર દીકરી રાતે છાપરામાં સૂતી હતી, ત્યારે તેના જ સગાભાઇએ રેપ કરતાં તે ગર્ભવતી બની હતી. સગીરાએ સોમવારે ધારપુર સિવિલમાં બાળકીને જન્મ આપ્યો હતો. વાગડોદ પોલીસે સગીરાના નિવેદન આધારે તેના સગાભાઇ સામે રેપની ફરિયાદ નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
ડિલિવરી કરાવતાં સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો. આ બાબતે ધારપુર સિવિલના તબીબે વાગડોદ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે ભોગ બનનાર સગીરાનું નિવેદન લઇ તેના ભાઇ સામે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીની ધરપકડ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.
સરિયદ ગામની સીમમાં બનાસકાંઠાનો ખેતમજૂર પરિવાર ઘણાં વર્ષોથી રહે છે. નવેક માસ અગાઉ આ પરિવારની 17 વર્ષિય દીકરી અને તેના બે ભાઇઓ રાત્રિના સમયે છાપરામાં અને માતા-પિતા ઘરના આંગણામાં ખૂલ્લામાં સૂતા હતા. તે વખતે સગીરા ઘસઘસાટ ઊંઘતી હતી, ત્યારે તેના એક નરાધમ ભાઇએ મોઢું દબાવી તેની સાથે રેપ કર્યો હતો. જેને પગલે તેણીને ગર્ભ રહી ગયો હતો. પરંતુ સગીરાએ આબરૂ ખાતર આ બાબતની પરિવારને જાણ કરી ન હતી. બાદમાં તેણીને દુ:ખાવો ઉપડતાં સોમવારે સારવાર માટે ધારપુર સિવિલમાં લઇ ગયા હતા. તો તબીબે કહ્યું, આા પ્રસૂતિની પીડા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -