નલિયાથી કોગ્રેસની 'બેટી બચાવો યાત્રા' શરૂ, ઘર્ષણ થવાના એંધાણ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભૂજઃ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવનારા નલિયા સેક્સ કાંડના વિરોધમાં કોગ્રેસ આજે નલિયાથી ‘બેટી બચાવો યાત્રા’ની શરૂઆત કરશે. યાત્રામાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં કોગ્રેસના કાર્યકરો ઉમટી રહ્યા છે. કોઇ અનિચ્છનિય ઘટના ના બને તે માટે પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભાજપ સરકાર સામેના આ પ્રદર્શનમાં પોલીસ સાથે ઘર્ષણ થાય તેવી પુરેપુરી સંભાવના છે.
કોગ્રેસ નલિયાકાંડની તપાસ હાઇકોર્ટના સીટીંગ અથવા રિટાયર્ડ જજ પાસે તપાસ કરાવવાની માંગણી કરી રહ્યું છે. આ અંગે કૉંગ્રેસે રાજ્યપાલને રજૂઆત પણ કરી છે.
કૉંગ્રેસની આ બેટી બચાવો યાત્રા રાજ્યનાં ભૂજ, અંજાર, આદુપુર, ગાંધીધામ, ભચાઉ, મોરબી, વાંકાનેર, ચોટીલા, લીમડી, બગોદરા સહિતનાં વિસ્તારોમાં ફરીને સોમવારે ગાંધીનગર પહોંચશે. ત્યારબાદ કોગ્રેસના કાર્યકર્તાઓ સોમવારે ગાંધીનગરમાં વિધાનસભાનો ઘેરાવો કરી વિરોધપ્રદર્શન કરશે. નોંધનીય છે કે સોમવારથી જ વિધાનસભાનું બજેટસત્ર શરૂ થવા જઇ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે નલિયા સેક્સકાંડમાં ભાજપના નેતાઓની સંડોવણીના આરોપો પણ લાગ્યા છે જેને કારણે કોગ્રેસ ભાજપ સરકારને સતત ઘેરતી રહી છે.
મળતી વિગતો અનુસાર, બેટી બચાવો યાત્રામાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી,શંકરસિંહ વાઘેલા,સિદ્ધાર્થ પટેલ, શક્તિસિંહ ગોહિલ, અર્જૂન મોઢવાડિયા સહિતના કોગ્રેસના ટોચના નેતાઓ હાજર રહે તેવી સંભાવના છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -