પરેશ ધાનાણી અને જીજ્ઞેશ મેવાણીએ ના લીધા ઈશ્વરના નામે શપથ, ધાનાણીએ શું કર્યો ખુલાસો ?
ગાંધીનગર: ગાંધીનગર સચિવાલયના સર્વણિ સંકુલ - 1 ખાતે ચૂંટાયેલા ધારાસભ્યોનો શપથવિધિ સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં કુલ 182 ધારાસભ્યોમાંથી છ ધારાસભ્યો કોઈ કારણોસર હાજર રહી શક્યા નહોતા. જેના કારણે 6 ધારાસભ્યો શપથ લઈ ચૂક્યા નહોતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડગામ બેઠકથી પરથી જીત મેળવ્યા બાદ જિગ્નેશ મેવાણી આજે શપથ લીધા હતા ત્યાર બાદ હુંકાર કરતા જોવા મળ્યા હતા. શપથ લીધા બાદ જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, હું બંધારણને વફાદાર રહીશ. સમજવાદનો વિચાર હાસિયામાં ધકેલાઈ ગયો છે. ગુજરાતનું વિકાસ મોડેલ બંધારણ સાથે સુસંગત નથી.
ગુજરાતમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સોમવારે વિપક્ષના નેતા તરીકે કાર્યભાળ સંભળનારા પરેશ ધાનાણી એક કસમ ખાધી છે. અમરેલી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ધાનાણીએ હાર-માળાનો સ્વીકાર ન કર્યો. આ કરવા પાછળનું પરેશ ધાનાણીએ કારણ જણાવ્યું હતું અને કહ્યું હતું કે, જ્યાં સુધી ગુજરાતમાં કોંગ્રેસની સત્તામાં નહીં આવે ત્યાં સુધી તેઓ હાર પહેરશે નહીં.
જોકે કોંગ્રેસના સમર્થનથી અપક્ષ તરીકે ચૂંટાઈ આવેલા અપક્ષ જીજ્ઞેશ મેવાણીએ પણ ઈશ્વરના નામે શપથ લીધા ન હોતા.
સૌપ્રથમ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને શપથ લેવડાવ્યા હતાં. ત્યાર બાદ વારાફરથી એક-એક ધારાસભ્યે શપથ ગ્રહણ કર્યા હતાં.
સોંગદ શબ્દ પ્રતિજ્ઞા સાથે અવિશ્વાસનો પર્યાય છે. માટે મેં ગંભીરતાપૂર્વક પ્રતિજ્ઞા લીધી છે. રાષ્ટ્રવાદ અંગે કોઈ રાષ્ટ્રીય પક્ષના સર્ટિફિકેટની મને જરૂર નથી.
શપધવિધિ બાદ બહાર આવેલા પરેશ ધાનાણી મીડિયા સાથેની વાતચીતમાં આ અંગે ખુલાસો કર્યો હતો કે ઈશ્વરનું જ સંતાન છું. પરંતુ મારા કર્મ અને કર્તવ્ય માટે ઈશ્વરને જવાબદાર ના ઠેરવી શકાય.
સમગ્ર સમારોહની વિવાદાસ્પદ બાબત બે ધારાસભ્યોએ ઈશ્વરના નામે શપથ ન લીધા તે રહી હતી. અમરેલીથી સતત ત્રીજી ટર્મમાં ચૂંટાયેલા યુવા ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ઈશ્વરના નામને બદલે ગંભીરતાથી શપથ લીધા હતાં.
પ્રોટેમ સ્પીકર ડો. નીમબેન આચાર્યે ચૂંટાયેલા તમામ ધારાસભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં. આ સમારોહ લગભગ ચારેક કલાક સુધી ચાલ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -