સરકારે SC-ST સહિતના પછાત વર્ગો માટે શું કરી મોટી જાહેરાત? જાણો
ફાજલ થયેલ જમીન તેમજ સરકારી પડતર જમીન સાંથણીથી જે લાભાર્થીઓને ફાળવવામાં આવેલ હોય અને તેઓને કાયદેસરનો હુકમ આપવામાં આવેલ હોય અને સ્થળ પર તેનો પ્રત્યક્ષ કબજો સુપરત કરવામાં ન આવે તેવા લાભાર્થીઓને છ મહિના સુધીમાં પ્રત્યક્ષ કબજો સુપરત કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલાભાર્થીઓને જમીન ફાળવવા અંગેના કાયદેસર હુકમ કરેલ તેમ છતાં કબજો સુપરત કરવામાં ન આવે તેવા લાભાર્થીઓને છ માસમાં કબજો સુપરત કરવામાં આવે અને તે અંગેની માસિક માહિતી જિલ્લા કલેક્ટર ઓફીસ દ્વારા મહેસુલ વિભાગને જે તે માસની આગમી પાંચમી તારીખ સુધી જાણ કરવાની રહેશે.
ગાંધીનગર: થોડા દિવસ પહેલા જમીન વિવાદને લઈને પાટણમાં એક દલિતે કલેક્ટર કચેરી સામે આત્મવિલોપન કરતા તેમનું મોત નિપજ્યુ હતું. જેને લઈને દલિત સમાજ દ્વારા સરકાર સામે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સરકાર હરકતમાં આવી છે. રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં મેહસુલ વિભાગે છ મહિનામાં જમનીનો કબજો આપવા રાજ્યના કલેક્ટરોને નિર્દેશ આપ્યો છે.
મહેસૂલ વિભાગે જાહેર કરેલા પરિપત્ર અનુસાર હવે રાજ્યમાં ખેત જમીન ટોચ મર્યાદા ધારો-1960 હેઠળ થયેલ તથા સરકારી પડતર જમીન સાંથળી કરી અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ તથા અન્ય જાતિના નબળા વર્ગના લોકોને ખેતીની જમીન સાંથણીથી ફાળવવાની કાર્યવાહી જિલ્લા કક્ષાએ કરવામાં આવે છે. લાભાર્થીઓને સાંથણીથી ફાળવવામાં આવતી જમીન કેટલાંક લાભાર્થીઓને સોંપવામાં આવતી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -