Dy. CM નીતિન પટેલે ફિક્સ પગારદારોને ચર્ચા માટે બોલાવ્યા, જાણો શું આવ્યું ચર્ચાનું પરિણામ?
અમદાવાદઃ ગુજરાત જન અધિકાર મંચ દ્વારા ગાંધીનગર ખાતે જન આક્રોશ સંમેલનના ત્રણ દિવસ પેહલા ગુજરતા સરકારે ગઈકાલે જન અધિકાર મંચના નેતાઓને ચર્ચા માટે બોલાવ્યા હતા. ગુજરાત જન અધિકાર મંચ 5 લાખ ફિક્સ પગારદાર વતી આંદોલન ચલાવી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત જન અધિકાર મંચના નેતાઓ સાથે સરકાર વતી નીતિ પટેલે ચર્ચા કરી હતી. જન અધિકાર મંચના નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ નીતિન પટેલે તેનમે આ મુદ્દે સકારાત્મક નિર્ણય આવશે તેવું આશ્વાસન આપ્યું હતું. જોકે જન અધિકાર મંચે આ મુદ્દે કોઈ સકારાત્મક નિર્ણય ન આવે તો આગામી ત્રણ દિવસ બાદ સમ્મેલ યોજનાની ચીમકી ઉચ્ચારી હતી.
ગુજરાત જન અધિકાર મંચના નેતા પ્રવિણ રામે જણાવ્યું કે, અમે નાયબ મુખ્યપ્રધાન સાથે અમારા મુદ્દા સાથે ચર્ચા કરી. અમે સરકાર સમક્ષ ફિક્સ પે નાબુદ કરવાની માગ સાથે સાથે સરકારને સુપ્રીમ કોર્ટમાં કેસ પાછા ખેંચવાની વાત મુકી હતી. સાથે સાથે અમે સરકાર સમક્ષ માગણી કરી છે કે, તે અમારા પાંચ વર્ષને ફિક્સ પે તરીકે ન ગણીને તેમના 5 વર્ષને પૂર્ણ સમયના કર્મચારી તરીકે ગણવામાં આવે. હાલમાં એવી પદ્ધતિ છે કે કોઈપણ કર્મચારીને પહેલા પાંચ વર્ષ સુધી કોન્ટ્રાક્ટ પર કામ કરે છે અને ત્યાર બાદ તે કાયમી થાય છે. ઉપરાંત તેમના કોન્ટ્રાક્ટ સમનયા પાંચ વર્ષના અનુભવને નવી કોરમાં માન્ય ગણવામાં નથી આવતો.
ગુજરાત જન અધિકાર મંચ દ્વારા આગામી 1 જાન્યુઆરીના રોજ ગાંધીનગરના સેક્ટર 6 ખાતે સમ્મેલનનું આયોજન કરવામાં આવનાર છે. આ સમ્મેલનમાં ગુજરાતમાંથી 35 હજાર જેટલા કર્મચારી હાજર રહે તેવી ધારણા છે. જોકે આ સમ્મેલનને હજુ સુધી પોલીસ તરફથી મંજૂરી ન મળી હોવાનું પ્રવિણ રામે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે જો સરકાર પોતાની નીતિને લઈને સાચી છે તો સમ્મેલન માટે અમને મંજૂરી શા માટે આપવામાં નથી આવી રહી. જોકે આ અંગે નીતિન પટેલે કોઈ ટિપ્પણી કરી નથી.
ગુજરાત જન અધિકાર મંચ દ્વારા સરકાર સમક્ષ જે માગણી કરવામાં આવી છે તેમાં સુપ્રીમ કોર્ટમાં ફિક્સ પે મુદ્દે કેસ પાછો ખેંચવો. ગુજરાતમાંથી કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરવી. પાંચ વર્ષની કોન્ટ્રાક્ટ તરીકેને નોકરીને કાયમી ગણવામાં આવે. તમામ કોન્ટ્રાક્ટ પર અને આઉટસોર્સ દ્વારા કામ કરતા કર્મચારીને લઘુતમ વળતર મળે અને ગુજરાતમાં બેરોજગારી દુર કરવામાં આવે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -