બનાસકાંઠાઃ 'PSI-બે કોન્સ્ટેબલે ગાલ પર કિસ કરી ને નીચે પાડી દઈ સંબંધ બાંધવા પ્રયાસ કર્યો'
પરિણીતાએ એમ પણ જણાવ્યું હતું કે, આ સમયે તેઓ લૂલો બચાવ કરવા લાગ્યા હતા અને ખોટી ફરિયાદ નોંધાવવા આવો છો, તેમ કહ્યું હતું. પરિણીતાએ પોલીસ કર્મચારીઓની આ હરકત સામે અવાજ ઉઠાવ્યો હતો અને જીલ્લા પોલીસવડા, ગાંધીનગર અને વડાપ્રધાન સુધી લેખિત ફરીયાદ કરી હતી. આ પછી પરિણીતાએ ન્યાય માટે નામદાર હાઇકોર્ટમાં ફરીયાદ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે પરિણીતા બૂમાબૂમ કરી બહાર દોડી આવ્યાં હતાં. પરિણીતાએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા ત્યારે પીએસઆઇ અને અન્ય બે પોલીસકર્મી તેને રૂમમાં લઈ ગયા હતા અને તેના ગાલ પર કિસ કરી હતી. આ પછી તેને લાફો માર્યો હતો અને ધક્કો મારી નીચે પાડી દીધા હતા અને બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે બૂમાબૂમ કરી બહાર આવી ગયા હતા.
નામદાર હાઇકોર્ટે પી.એસ.આઈ સહિત બે પોલીસકર્મી સામે જીલ્લા પોલીસવડાને તપાસનાં આદેશ કર્યા છે. આ બાબતે પીડિત મહિલાએ જણાવ્યું હતુ કે, મેં ન્યાય માટે કોર્ટમાં ફરિયાદ કરી છે અને હવે પોલીસવડા ન્યાય આપે તે માટે હું પોલીસ મથકે આવી છું. જોકે ન્યાય નહીં મળે તો આત્મવિલોપન કરીશ.
બનાસકાંઠાઃ બે મહિના પહેલા સાસરિયા સામે પોલીસ ફરિયાદ કરવા ગયેલી પરિણીતાની પીએસઆઇ અને બે પોલીસકર્મી દ્વારા છેડતી કરી બળાત્કાર કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. હાઈકોર્ટે તમામ જવાબદારો સામે તપાસના આદેશ આપતાં ખળભળાટ મચી ગયો છે. હાઈકોર્ટના આદેશ પછી પરિણીતા પોલીસ ફરિયાદ કરવા પહોંચી છે.
આ અંગેની વિગતો એવી છે કે, બે મહિના પહેલા પરિણીતા ભાભર પોલીસ મથકમાં ફરીયાદ આપવા ગયા હતા. પરિણીતા તેનાં સાસરિયાં વિરૂદ્ધ ભાભર પોલીસ મથકે ફરિયાદ કરવા ગયા ત્યારે હાજર પી.એસ.આઈ અને બે પોલીસકર્મી દ્વારા મહિલાને રૂમમાં લઇ જવાઈ હતી અને બાદમાં આ મહિલા સાથે પોલીસે શારીરિક છેડછાડ કરી હતી અને લાફો મારી પાડી દઇ બળાત્કાર કરલાનો પ્રયાસ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -