અમદાવાદ: ભાજપે કઈ 47 નગરપાલિકાઓમાં મેળવી બહુમતી, જાણો વિગત
24 નગરપાલિકામાં જીતનો દાવો કરતી કોંગ્રેસ હળાહળ જુઠ્ઠાણું ફેલાવે છે. ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, કોંગ્રેસના 41 ધારાસભ્યના વિસ્તારની 30 પાલિકાઓમાં કોંગ્રેસનો પરાજય થયો છે. ભાજપના 61 ટકાથી વધુ ઉમેદવારો જીત્યા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડાકોરે, ખેડા, મહુધા, કાલોલ, છોટાઉદેપુર અને આંકલાવ સત્તાની બાજી અપક્ષો અને અન્ય પક્ષોના હાથમાં સોંપી છે. પોરબંદરનાં રાણાવાવમાં એનસીપીને બહુમતી મળી છે. જ્યારે માંગરોળ, ચકલાસી, ગારિયાધાર, પારડી એમ ચાર પાલિકાઓમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટાઈ પડી છે.
વડનગર, ખેરાળુ, વિજાપુર, જેતપુર, ઉપલેટા, જસદણ, કરજણ, વલસાડ, ધરમપુર, ઈડર, પ્રાંતિજ, સુરેન્દ્રનગર-દુધરેજ, થાનગઢ, હળવદ અને બાલાસિનોર નગર પાલિકા પર ભાજપે કબ્જો મેળવીને બહુમતી ધરાવતી પાલિકા બની હતી.
જ્યારે કાલાવાડ, કોડીનાર, બાંટવા, સોનગઢ, બીલીમોરા, વિજલપોર, હાલોલ, સંતરામપુર, ચાણસ્મા, હારિજ, છાયા, કુતિયાણા, થરાદ, ગઢડા, શિહોર અને તળાજા નગરપાલિકા પર ભાજપ બહુમતી ધરાવે છે.
ભાજપની બહુમતી ધરાવતી પાલિકાઓમાં બાવળા, ધંધૂકા, સાણંદ, જાફરાબાદ, ચલાલા, લાઠી, કરમસદ, વલ્લભવિદ્યાનગર, ભચાઉ, રાપર, મહેમદાવાદ, માણસા, ભાણવડ, ધ્રોલ, દ્વારકા અને જામજોધપુર પાલિકાઓ છે.
અમદાવાદ: 75 નગરપાલિકાનાં જાહેર થયેલાં ચૂંટણી પરિણામોમાં ભાજપને 47 અને કોંગ્રેસને 16 પાલિકાઓમાં સ્પષ્ટ બહુમતી મળી છે. 6 પાલિકાઓમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. જેમાં ભાજપે કઈ કઈ 47 પાલિકાઓમાં બહુમતી મેળવી હતી તેની પર એક નજર કરીએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -