શું ગુજરાતમાં ભાજપ ફરી સત્તામાં આવી રહી છે? જાણો શું કહે છે ઇન્ડિયા ટૂડે-એક્સિસ ઓપિનિય પોલ
આ પહેલા ઓગસ્ટ 2017માં એબીપી ન્યૂઝ દ્વારા ઓપિનિયન પોલ કરવામાં આવ્યો હતો જેમાં ભાજપને 144થી 152 સીટ, કોંગ્રેસને 26થી 32 સીટ, અને અન્ય 7 સીટ મળવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, વર્ષ 2012 યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 115 સીટ, કોંગ્રેસને 61 સીટ અને અન્યને 6 સીટ મળી છે. જેમાં ભાજપનો વોટ શેર 48 ટકા, કોંગ્રેસનો વોટ શેર 39 ટકા અને અન્યને 13 ટકા મત મળ્યા હતા.
નવી દિલ્હીઃ ગુજરાત વિધાનસભાની તારીખોની જાહેરાત આજે બપોરે 1 કલાકે થઈ શકે છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી થઈ શકે છે. ગુજરાત ચૂંટણીમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસની વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. જોકે ચૂંટણી ભાજપ માટે સારા સમાચાર આવ્યા છે. ઇન્ડિયા ટૂડેના ઓપિનિયન પોલમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી હોય તેવું જોવા મળી રહ્યું છે.
2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને 60 ટકા મત સાથે 26 સીટ મળી હતી જ્યારે કોંગ્રેસને 33 ટકા મત મળ્યા હતા પરંતુ સીટ એક પણ જીતી શક્યું ન હતું. જ્યારે અન્યને 7 ટકા મત સાથે 0 સીટ મળી હતી.
ઇન્ડિયા ટૂડી-એક્સિસ ઓપિનિયન પોલ અનુસાર ભાજપને 115થી 125 સીટ (વોટ શેર - 48 ટકા), કોંગ્રેસને 57થી 65 સીટ (વોટ શેર - 38 ટકા) અને અન્ય 0-3 સીટ (વોટ શેર - 14 ટકા) મળવાની શક્યતા છે. ગુજરાતમાં કુલ 182 સીટ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -