‘અમિત શાહ મારું એન્કાઉન્ટર કરાવી નાંખશે, મારા જીવનો ખતરો છે’, કયા ઉમેદવારે કર્યો આવો આક્ષેપ, જાણો વિગત
વસાવાએ દહેશત વ્યક્ત કરી હતી કે અમિત શાહ, અભય ચુડાસમા અને મીની જોસેફે તેમની હત્યા કરી શકે છે. તો આ સંદર્ભમાં ચૂંટણી પંચે હસ્તક્ષેપ કરી તેમને રક્ષણ આપવું જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે 2007માં છોટુ વસાવાને પકડવાની કોઈ હિંમત કરતું નહતું ત્યારે મીની જોસેફ તેમને ઘરમાંથી પકડી લઈ આવ્યા હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં ચૂંટણી છે તેના કારણે અમિત શાહના ખાસ પોલીસ અધિકારી અભય ચૂડાસમા અને મીની જોસેફ આ વિસ્તારમાં કામ કરી રહ્યા છે. તેઓ પોતાના કાર્યકરના ઘરની તપાસ કરી રહ્યા છે. તેઓ પોતાના કાર્યકરના ઘરની તપાસ કરી રહ્યા છે.
તેમજ અગાઉ અમિત શાહ તેમના મત વિસ્તારમાં તેમની અને તેમના માણસો ઉપર અત્યાચાર ગુજારવા માટે એક ખાસ પોલીસ અધિકારી મીની જોસેફને મુક્યા હતાં. પોલીસ લોક આંદોલન કરનારને મારી નાખે છે.
આ 108 સેકન્ડના વીડિયોમાં વસાવાએ 6 વાર ભાજપનું નામ લીધું છે અને કહ્યું છે કે તેમના જીવને ખતરો છે. ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરનાર છોટુ વસાવાએ ફેસબુક ઉપર પોસ્ટ કરેલા વીડિયોમાં જણાવ્યું છે કે રાજ્યસભાની ચૂંટણીમાં તેમણે કોંગ્રેસને સાથ આપ્યો હતો.
તેમણે કહ્યું હતું કે, ભાજપ તરફથી તેમને ધમકી આપવામાં આવી રહી છે. જોકે ભરૂચ જિલ્લાના ચૂંટણી અધિકારી સંદિપ સાગલેએ જણાવ્યું હતું કે વસાવાએ સુરક્ષા આપવા મામલે કોઈ આવેદન આપ્યું નથી. છોટુભાઈનું કહેવું છે કે વિજય રૂપાણી સરકાર અમિત શાહ સાથે મળીને આ કાવતરું કરી રહી છે.
ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરનારા જેડીયુના નજીક મનાતા છોટુ વસાવાએ તાજેતરમાં તેમને ભાજપથી ખતરો હોવાની વાત ઉચ્ચારી છે. છોટુ વસાવાએ આરોપ લગાવ્યો છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમનું એન્કાઉન્ટર કરાવવા માંગે છે.
આ સંદર્ભે છોટુ વસાવાએ એક વીડિયો ફેસબુક શેર કર્યો છે. જેમાં તેઓ અમિત શાહના નામ સાથે કહી રહ્યા છે કે પોતાના ખાસ પોલીસ ઓફિસરો દ્વારા તેઓ મારું એન્કાઉન્ટર કરાવવા માંગે છે. ભાજપની રૂપાણી સરકાર પણ આ કાવતરામાં સામેલ છે.
ભરૂચ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સમર્થન સાથે મેદાનમાં ઉતરનાર ઝઘડિયા વિસ્તારના આદિવાસી આગેવાન છોટુ વસાવાએ એવો સ્ફોટક આક્ષેપ કર્યો છે કે ભાજતીય રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ મારું એન્કાઉન્ટર કરાવવા માંગે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -