મોરબીમાં હાર્દિક પટેલે યોજ્યો રોડ શો, ઘોડા પર આ રીતે કરી એન્ટ્રી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિક પટેલની મુલાકાત દરમિયાન કોંગેસના આગેવાનો બ્રિજેશભાઈ મેરજા, કિશોરભાઈ ચીખલીયા, ઘનશ્યામભાઈ જાકાસણીયા, મુકેશભાઈ ગામી અને રમેશ રબારી તેની સાથે રહ્યા હતા. તેમજ પાસના મોરબી જીલ્લાના કન્વીનર મનોજ પનારા, સંજયભાઈ અલગારી અને મનોજ કાલરીયા પણ તેમની સાથે રહ્યા હતા.
મોરબીઃ પાટીદાર આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે અનામત આંદોલનને ફરીથી વેગવંતુ બનાવવા માટે મોરબીની મુલાકાત લીધી હતી. હાર્દિક પટેલે મોરબીના પ્રવાસની શરૂઆત માળીયાના મોટાભેલા ગામથી કરી હતી. ગામના ખેડૂત રમેશભાઈ સરડવાની હત્યા થઇ હોવાના કારણે હાર્દિકે તેમના પરિવારને મળીને સાંત્વના આપી હતી.
બાદમાં હાર્દિક મોડપર ગામનો પ્રવાસ કરીને બગથળા અને વાવડી થઈને મોરબી આવી પહોંચ્યો હતો. સૌથી નોંધનીય બાબત એ છે કે હાર્દિક પટેલ સાથે કોંગ્રેસી નેતાઓ પણ જોવા મળ્યા હતા.મળતી વિગતો અનુસાર, મોરબી-ટંકારામાં હાર્દિકને સભા કે રોડ શોની મંજૂરી મળી ન હોવા છતાં તેણે રોડ શો અને રેલી કરી હતી.
હાર્દિકે નવા બસ સ્ટેન્ડ પાસે આવેલી સરદાર પટેલની પ્રતિમાને હાર પહેરાવ્યો હતો. અહીં તેણે કાર પર ઉભા રહી લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. કાર તેમજ બાઈકના કાફલા સાથે રોડ શો કરીને તે રવાના થયા હતા જ્યાંથી ટંકારા પહોંચીને સભાને સંબોધન કર્યું હતું.
હાર્દિક મોરબીમાં હાઉસિંગ બોર્ડમાં રહેતા મૃતક નિખિલ ધામેચાના પરિવારને મળ્યો હતો અને નિખિલની નિર્મમ હત્યા કેસમાં પોલીસની ઢીલી તપાસ સામે રોષ પ્રગટ કર્યો હતો અને ન્યાય માટે હાર્દિકને વિનંતી કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -