હાર્દિક પટેલના સિક્યૂરિટી ઓફિસરની એરપોર્ટ પર ધરપકડ જાણો શુ છે કારણ
સતિશ કુમાર પાસેથી પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન હથિયાર લાઈસેંસ વાળુ હોવાના કારણે તેમને છોડી મુક્વામાં આવ્યા હતા, પરંતુ એરપોર્ટ ઓથોરિટીના નિયમ અનુસાર દંડ ફટકારવામાં આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉદયપુર: ડબોક સ્થિત મહારાણા પ્રતાપ એરપોર્ટ પર શનિવારે સવારે CIFSએ પાટીદાર અનામત આંદોલન સમિતિના રાષ્ટ્રીય સંયોજક હાર્દિક પટેલના એક સિક્યૂરિટી અધિકારી સતીશ કુમારની ધરપકડ કરી હતી.
જોકે તેમની પાસે ઓલ ઈંડિયા લાઈસેંસ મળી આવ્યું. આ તપાસ દરમિયાન તેમની ફ્લાઈટ છૂટી ગઈ હતી. એરપોર્ટે ઓથોરિટીએ નિયામ અનુસાર તેમને દંડ ફટકારી 2 વાગ્યાની તેમની ટિકિટ બૂક કરાવી હતી.
ફ્લાઈટ પહેલા એરપોર્ટે ચેકિંગ દરમિયાન તેમની પાસે 1 પિસ્તોલ, 15 કારતૂસ અને 2 મેગેજિન હોવાની જાણકારી આપી હતી.CIFSના જવાનો અને એરપોર્ટ ઓથોરિટીએ તેમની તપાસ કરી હતી.
એક અધિકારીએ જણાવ્યું કે પૂર્વ સૈનિક રોહતક હરિયાણા નિવાસી સતીશ કુમાર ગુજરાતમાં હાર્દિક પટેલના સિક્યૂરિટી અધિકારી લાગી રહ્યા છે, તેઓ લગ્નમાં જઈ રહ્યા હતા અને પોતાની સાથે હથિયારે લઈને જઈ રહ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -