EVMમાં ચેડાં ન કર્યા હોત તો ભાજપે ગુજરાતમાં જીત મેળવી જ નહોત, હાર્દિક પટેલે બીજું શું કહ્યું, જાણો વિગતે
પરિણામે ભાજપને 99ની બહુમતી મળી બાકી તો તેમણે ઈવીએમ સાથે ચેડાં કરી 125 સીટ જીતી લીધી હોત. હાર્દિકે એમ પણ કહ્યું હતું કે, આતા વર્ષે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ચૂંટણી છે. ત્યારે હું આ બંન્ને રાજ્યોમાં ભાજપ વિરુદ્ધ પ્રચાર કરીશ અને ભાજપના ગરીબ વિરોધી રાજકારણનો પર્દાફાશ કરીશ. 2019ની લોકસભા ચૂંટણી સુધી હું જંપીને બેસવાનો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેં ચૂંટણીની સાંજે 18 સીટ પર ઈવીએમ સાથે ચેડા થવાનું કહ્યું હતું. મેં સુરત, રાજકોટ, ડભોઈ અને દાહોદમાં ઘણી સીટના નામ આપ્યા હતાં. મારી વોર્નિંગના પગલે ટેમ્પરિંગ ખૂબ જ સમજી વિચારીને કરવામાં આવ્યું હતું.
પરંતુ અમારે આ અંગે વધુ મહેનત કરવાની છે કે જે હું કરીને રહીશ. અંગત રીતે હું માનું છું કે ભાજપ 10થી 12 સીટો તો ઈવીએમ સાથે ચેડા કરીને જ જીતી ગઈ છે. જો તેમને આત્મવિશ્વાસ હોય તો તેમણે VVPATની ગણતરીને મંજૂરી આપી દીધી હોત.
હાર્દિક પટેલે કહ્યું હતું કે, મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભાજપ ધોવાઈ ગઈ છે. શહેરોમાં પણ ભાજપની જીતનું માર્જિન દેખીતી રીતે ઘટી ગયું છે. આ દર્શાવે છે કે આંદોલનને કારણે ભાજપના ટેકેદારોની સંખ્યામાં ઘટાડો થયો છે.
હાર્દિક પટેલે ભાજપ પર પ્રહારો કરતાં કહ્યું હતું કે, મને 150 સીટ જીતવાનો દાવો કરતી ભાજપનો ઘમંડ તોડ્યાનો ગર્વ છે. તેમણે કહ્યું કે, મને ચૂંટણીના પરિણામોથી સંતોષ છે અને છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં અત્યંત નબળો વિપક્ષ બની રહેલી કોંગ્રેસ મારી મહેનતના કારણે હવે મજબૂત થઈ છે.
મેં ચૂંટણી પંચનો સંપર્ક એટલા માટે ન કર્યો કારણ કે તેનો કોઈ અર્થ જ નથી, પંચ વિશ્વાસપાત્ર નથી. આ જ કારણ છે કે મેં બધી જ પોલીટિકલ પાર્ટીને ભેગા થઈ 2019ની ચૂંટણી EVMથી નહીં પરંતુ બેલેટ પેપરથી થાય તેવી માંગ કરવાની હાકલ કરી છે.
અમદાવાદ: ગુજરાત પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે સૌરાષ્ટ્રમાં ભાજપને સારું એવું નુકસાન પહોંચાડ્યું છે ત્યારે હાર્દિકે ઈવીએમ મુદ્દે હાઈકોર્ટમાં પીટિશન દાખલ કરવાની જાહેરાત કરતાં કહ્યું હતું કે, મેં મારું ગ્રાઉન્ડ વર્ક કરી લીધું છે અને હું ટૂંક સમયમાં હાઈકોર્ટમાં પીટિશન દાખલ કરવાનો છું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -