હિટ એન્ડ રન: જામનગરમાં પિતા-પુત્રને અલ્ટો કારે ફૂટબૉલની જેમ હવામાં ઉડાડ્યા, એકનું મોત, જાણો વિગતે
હિટ એન્ડ રનનો ભોગ બનનાર પિતા-પુત્ર બનાવના સ્થળ એટલે કે મહાકાળી ચોક પાસે રહેતા હતાં અને કેબીન ચલાવી ગુજરાન ચલાવતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પિતા-પુત્ર બને એકલા રહેતા હોય પિતાનું મૃત્યુ નિપજતાં પુત્ર એકલવાયો બન્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂરપાટ ઝડપે દોડતી અલ્ટો કારના ચાલકે પિતા-પુત્રને ઠોકર મારતા બંને ફંગોળાયા હતાં. બીજી બાજુ કારે કેબીનને પણ હડફેટે લેતાં કેબીન અને તેમાં રહેલો સામાન માર્ગ પર વેર વિખેર થઇ ગયો હતો.
બીજી તરફ સીવીલ હોસ્પીટલમાં ગંભીર હાલતમાં ખસેડાયેલા વૃધ્ધ અમૃતલાલ વિઠલદાસને બચાવવાના તબીબોએ તમામ પ્રયાસ કર્યા હતા.પરંતુ સારવાર કારગત ન નિવડતા રાત્રે તેમનુ મૃત્યુ નિપજયુ હતુ. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત અશોકભાઇ ગણાત્રાએ સીટી સી ડીવીઝનમાં કાર ન. જીજે 11 એસ 2675ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી. આ અકસ્માતને લઇને પોલીસે ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.
બરોબર આ સમયે અચાનક પુરપાટ ઝડપે ધસી આવેલી અલ્ટો કારના ચાલકે બંને પિતા-પુત્રને જોરદાર ઠોકર મારી રીતસર ફુટબોલ કર્યા હતાં. કાર ચાલકે ઠોકરે ચડાવતા બંનેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે 108 મારફતે જી.જી.હોસ્પીટલ ખસેડાયા હતા. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થયા હતા. જયારે અકસ્માત સર્જીને કાર મુકીને ચાલક પલાયન થઇ ગયો હતો.
શહેરભરમાં ચકચાર જગાવનાર બનાવની પોલીસમાંથી મળતી વિગત અનુસાર જામનગરમાં દિગ્જામ ફાટક નજીક મહાકાળી ચોક પાસે રવિવારે બપોરે 12 વાગ્યાની આસપાસ આ જ વિસ્તારમાં રહેતાં અને કેબીન ચલાવી ગુજરાન ચલાવતાં અમૃતલાલ વિઠ્લદાસ ગણાત્રા (ઉ.વ.65) અને તેના પુત્ર અશોકભાઇ અમૃતલાલ ગણાત્રા (ઉ.વ.45) રોજની માફક ઉભા હતાં.
જામનગરઃ શહેરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, અલ્ટા કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે પુરપાટ ઝડપે ધસી આવેલી કારે શહેરના દિગ્જામ ફાટક નજીક મહાકાળી ચોક પાસે પિતા-પુત્રને અડફેટે લેતા, એકનું મોત થયું હતું. આ ઘટબના બાદ કારચાલક ફરાર થઇ ગયો હતો, પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -