બનાસકાંઠામાં ભાજપના ધનપછાડાને નિષ્ફળ બનાવીને કોંગ્રેસે કઈ રીતે કબજે કરી જિલ્લા પંચાયત? જાણો વિગત
ભાજપ વતી કીર્તિસિંહ વાઘેલા, શશીકાન્ત પંડ્યા એ બે ધારાસભ્યો આ ચૂંટણી વખતે હાજર રહ્યા હતા. થરાદના ભાજપના ધારાસભ્ય અને પાણી પુરવઠા પ્રધાન પરબતભાઈ પટેલ તથા વડગામના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી આ બેઠકમાં હાજર રહ્યા નહોતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજિલ્લા પંચાયતની 66 બેઠકો પૈકી 36 પર કોંગ્રેસે અને 30 બેઠકો પર ભાજપે સીટો મેળવી હતી. કોંગ્રેસ માટે નાકનો સવાલ બની ગયેલી જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીના પગલે ગેનીબેન ઠાકોર, મહેશભાઇ પટેલ, કાન્તીભાઇ ખરાડી, નથાભાઇ પટેલ, શિવાભાઇ ભૂરીયા એટલા ધારાસભ્યો કોંગ્રેસ વતી હાજર રહ્યા હતા.
અંદાજે 20 મિનિટ સુધી ભારે ધાંધલ ધમાલ ચાલતી રહી હતી. કલેકટરે અને ડીડીઓએ 11થી વધુ વાર ખુરશીઓ પર બેસી જાવો તેવું કહેવું પડ્યું હતું. આખરે એકતરફી ચૂંટણી કરી કોંગ્રેસના પ્રમુખની પસંદગી કરાઈ હતી. ભાજપના હાથમાંથી સત્તા સરકી જતાં સદસ્યોએ હંગામો મચાવતાં પોલીસને બળપ્રયોગ વાપરવો પડ્યો હતો.
ભાજપના મહિલા સભ્યોએ કલેકટર-ડીડીઓ તરફ ધસી જઇ કામગીરી અટકાવી દેવાની માંગ કરી અને ચૂંટણી કામગીરી બંધ કરો, બંધ કરો જેવા નારાઓથી આખો હોલ ગજવી દીધો હતો. પોલીસને વાંરવાર સભ્યોને બેસાડવા બળપ્રયોગ કરવો પડ્યો હતો. જેમાં ભાજપના એક સદ્દસ્ય નીચે પણ પડી ગયા હતા.
પોણા બે વાગે ડીડીઓ, કલેકટર સહિતનાં અધિકારીઓએ પ્રવેશ કરી સભાની કાર્યવાહી શરૂ કરી હતી. કલેકટરે ચૂંટણી પૂર્વે તમામ સભ્યોની હાજરી પૂરાવી હતી. બાદમાં કોંગ્રેસના પ્રમુખપદ અંગેની તરફેણમાં આંગળી ઊંચી કરવાનું કહેતાં જ દિનેશ દવેની આગેવાનીમાં ભાજપના સભ્યોએ ટેબલ પર હાથ પછાડી વિરોધ દર્શાવ્યો હતો.
ભાજપે કોંગ્રેસના હાથમાં સત્તા ના જાય તે માટે ભારે ધમપછાડા કર્યા હતા. કલેક્ટરને આ વાતનો દાજ હતો તેથી તેમણે પૂરતો બંદોબસ્ત કર્યો હતો છતાં અરાજકતા વ્યાપી હતી. આ બેઠકમાં મારામારી થશે એવા ડરથી ખુરશીઓ બાંધી રાખવી પડી હતી અને લાકડાની જગ્યાએ પુંઠાની નેઈમ પ્લેટ રખાઈ હતી.
શુક્રવારે પ્રમુખ-ઉપપ્રમુખનાં ફોર્મ ભરાયાં ત્યારે લોખંડી પહેરા વચ્ચે જ દોઢ વાગે કોંગ્રેસના સભ્યો ખાનગી લકઝરીમાં જિલ્લા પંચાયત કચેરી પહોંચી સભાહોલમાં પ્રવેશ કર્યો હતો. એ પછી શનિવારે પણ કોંગ્રેસના તમામ સભ્યોને જિલ્લા પંચાયતમાં લકઝરીમાં લવાયા હતા.
પાલનપુર: વિધાનસભાની ચૂંટણીમાં સારા દેખાવના પગલે આક્રમક બની ગયેલી કોંગ્રેસે બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ભાજપના ધમપછાડાને નિષ્ફળ બનાવીને બનાસકાંઠા જિલ્લા પંચાયત કબજે કરી છે. શનિવારે થયેલી ચૂંટણીમાં કોંગ્રેસનાં પીનાબેન રાજેશકુમાર ઘાડીયા પ્રમુખ અને જશીબેન માલજીભાઇ દિયા ઉપપ્રમુખ બન્યાં હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -