હાર્દિક ભારતના 100 સૌથી પ્રભાવશાળી લોકોમાં, જાણો શું લખાયું તેના વિશે...
દરમિયાન હાર્દિકે જણાવ્યું છે કે, ચૂંટણીઓમાં હવે વિવિધ સમાજના લોકો ભાજપ સામે મેદાને પડયા છે ત્યારે હિન્દુત્વના નામે મત મેળવવા અત્યારથી જ પ્રયાસ શરૂ કરી દીધા છે. અમદાવાદ ખાતે પાસના અગ્રણી વરૂણ પટેલ દ્વારા પોલીસ દ્વારા ખોટા કેસ કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે અમદાવાદ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં પોલીસ દ્વારા કરાતી હેરાનગતિ દૂર કરીને યોગ્ય પગલા લેવા માટે માગણી કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાસની મહિલા અગ્રણી રેશમા પટેલે કેન્દ્રીય ચૂંટણી પંચને આરટીઆઇ સાથે એક પત્ર લખીને ૩૭ જેટલા મુદ્દાની સ્પષ્ટતા માગી છે. જેમાં તેમણે પોતાને સ્વતંત્ર રીતે ટેકનીકલ એકસપર્ટ પાસે ચકાસણી કરાવવી હોય અને ઇવીએમ ખરીદવું હોય તો શું પ્રોસીજર છે તેની માહિતી આપવા પણ જણાવ્યું છે. તે સાથે બગડેલા કે ક્ષતિયુકત ઇવીએમનો કેવી રીતે નાશ કરવામાં આવે છે સહિત અનેક મુદ્દે પણ જાણકારી માગી છે.
આ પહેલા હાર્દિકનો પાર્લામેન્ટરીયન મેગેઝિનમાં પણ સમાવેશ કરાયો હતો. હાલ પણ ફકત ૨૩ વર્ષની ઉંમરે દેશના સો સૌથી શકિતશાળી લોકોમાં સમાવેશ કરવા પાછળના કારણમાં હાર્દિક આગામી ચૂંટણીમાં ભાજપ માટે સમસ્યારૂપ બની શકે છે તેવો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે, હાર્દિકની ક્ષમતાના કારણે તેને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર અને શિવસેના સુપ્રીમો ઉદ્ઘવ ઠાકરે પણ તેની સાથે સંકળાવા આતુર છે.
પાટીદાર સમાજને આંદોલન માટે સક્રિય રહેલા હાર્દિકને બાલ ઠાકરે જેવું બનવું છે તેવો પણ ઉલ્લેખ કરાયો છે. જેમાં તેને પોતાને સીધી ચૂંટણી લડવી નથી પરંતુ તેમાં પોતાનો પ્રભાવ કે હસ્તક્ષેપ રહે તેવી ઇચ્છા છે તેમ પણ નોંધવામાં આવ્યું છે.
અમદાવાદઃ એક અંગ્રેજી અખબારે પાટીદાર આંદોલનકારી નેતા અને પાસ કન્વીનર હાર્દિક પટેલને મોસ્ટ 100 પારવફૂલ ભારતીયોની યાદીમાં સ્થાન આપ્યું છે. આ યાદીમાં હાર્દિકનો ઉલ્લેખ કરતાં લખવામાં આવ્યું છે કે, 2017માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલ ભાજપ માટે માથાના દુઃખાવારૂપ બની શકે છે. હાર્દિકે આ માટે લાખો પાટીદાર યુવાનો-બહેનો અને વડીલોનો સાથ હોવાનું કહી પોતે તેમનો અવાજ હોવાનું જણાવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -