ગુજરાતમાં રવિવારે પેટ્રોલ પંપ બંધ રાખવા કે નહીં તે અંગે 6ઠ્ઠી મેએ નિર્ણય લેવાશે
અમદાવાદ શહેરમાં હાલમાં ૧૬૦ પેટ્રોલ પંપ કાર્યરત છે. છઠ્ઠી મેએ ગુજરાત, મધ્યપ્રદેશ, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, વેસ્ટ બેંગાલ, બિહાર, ઓડિશા, આસામ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ગોવા, ઉત્તરાખંડ, દિલ્હી, ઝારખંડ, છત્તીસગઢ, નોર્થ-ઇસ્ટ સહિતનાં રાજ્યમાં રવિવારે પેટ્રોલ પંપ બંધ રાખવા કે નહીં તે અંગે નિર્ણય લેવાશે, પરંતુ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ તેઓ વડા પ્રધાન મોદીની અપીલ મુદ્દે સકારાત્મક હોવાનું જાણવા મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મુદ્દે તામિલનાડુ, કેરળ, કર્ણાટક, પુડુચેરી, આંધ્ર, મહારાષ્ટ્ર અને હરિયાણાના ર૦,૦૦૦ પેટ્રોલ પંપ ૧૪ મેથી દર રવિવારે બંધ રહેશે તેવો પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિયેશને નિર્ણય કર્યો છે. દેશમાં પેટ્રોલ પંપ ડીલર્સનાં બે એસોસિયેશન કાર્યરત છે. એક કોન્સોર્ટિયમ ઓફ ઇન્ડિયન પેટ્રોલિયમ ડીલર્સ (CIPD) અને બીજું ઓલ ઇન્ડિયા પેટ્રોલ પંપ ડીલર્સ અસોસિયેશન ગુજરાત ઓલ ઇન્ડિયા ડીલર્સ એસોસિયેશન સાથે જોડાયેલું છે, જેમાં ૧૭ રાજ્ય સામેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન મોદી દ્વારા 'મન કી બાત' રેડિયો કાર્યક્રમમાં આ બાબતે અપીલ કરવામાં આવી હતી. તેમણે પેટ્રોલ બચાવવા માટે દેશની જનતાને અપીલ કરી હતી કે અઠવાડિયામાં એક દિવસ તેઓ પેટ્રોલનો ઉપયોગ ન કરે.
આગામી 6 મેના રોજ ગુજરાત સહિત ૧૭ રાજ્યનાં પેટ્રોલ પંપ ડીલર એસોસિયેશનની બેઠક યોજાવાની છે. જેમાં આ બાબતે સર્વાનુમતે નિર્ણય લેવાશે. ગુજરાતના પેટ્રોલ પંપ ડીલરો રવિવારે પેટ્રોલ પંપ બંધ રાખવાના મુદ્દે સકારાત્મક વલણ ધરાવે છે, પરંતુ આ નિર્ણયના અમલીકરણ માટે હજુ દોઢ માસ જેટલો સમય લાગી શકે છે.
અમદાવાદઃ લોકોને પેટ્રોલ બચાવાવની અપીલ વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવ્યા બાદ આગામી 14 મેથી દેશનાં આઠ રાજ્યના પેટ્રોલ પંપ ડીલરોએ રવિવારે પેટ્રોલ પંપ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જોકે ગુજરાતમાં સહિત અન્ય રાજ્યમાં પેટ્રોલ પંપ રવિવાર બંધ રાખવા કે નહીં તેને લઈને આગામી 6 મેના રોજ નિર્ણય કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -