ગુજરાતમાં ‘પાસ’ની નવી સમિતીની થશે રચના, કન્વીનરો આ મુદ્દે હાર્દિક પટેલની વધારી શકેે છે મુશ્કેલી, જાણો વિગતે
સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, સુરત પાસ સમિતિના પૂર્વ કન્વીનર ભાજપમાં જોડાયા બાદ ફરીથી પાસ માટે અંદર ખાને કામ કરી રહ્યા છે. જ્યારે નજીકના સમયમાં મળનારી બેઠકમાં નિખીલ સવાણીને ફરીથી પાસમાં જગ્યા આપવાનું વિચારણા કરવામાં આવી રહી છે. પરંતુ જો સુરત પાસ સમિતિનો નિર્ણય આખરી નિર્ણય રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાસની મળનારી બેઠક અંગે દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, નજીકના દિવસોમાં પાસ સમિતિની બેઠક મળશે. બેઠકમાં હાર્દિક પટેલ સાથે નવો પ્લાન ઘડવામાં આવશે. હાર્દિક પટેલે કોંગ્રેસને કરેલા રાજકીય સપોર્ટ અંગે પણ સમિતીમાં પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવશે. જ્યારે પાટીદાર આંદોલનને કઈ રીતે આગળ વધારવાની રણનીતિ નક્કી કરવામાં આવશે.
ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો સાથે જીત મેળવી જ્યારે કોંગ્રેસને 77 બેઠકો મળી હતી જ્યારે 6 બેઠકો અન્યના ફાળે હતી. ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીના સમય દરમિયાન પાસના નેતા હાર્દિક પટેલની ભૂમિકા મહત્વની સાબિત થઈ છે.
જે હવે 25 ડિસેમ્બરની આસપાસ પાસ સમિતિને બેઠક મળશે. આ બેઠકમાં હાર્દિક પટેલ સહિત પાસના તમામ કન્વીનરો હાજર રહેશે. જોકે મળનારી આ બેઠક હાર્દિક પટેલ માટે કપરી સાબિત થાય તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. જેમાં તમામ પાસના કન્વીનરો હાર્દિકને રાજકીય સવાલો, અનામત આંદોલન તથા કોંગ્રેસને ટેકો આપવા અંગેના અનેક સવાલો કરશે.
ચૂંટણી પહેલા હાર્દિક પટેલના ખાસ દિનેશ બાંભણિયાએ પણ ચૂંટણી પૂર્ણના થાય ત્યાં સુધી આંદોલનમાં નિષ્ક્રિય થવાની જાહેરાત કરીને પાસ સમિતિ વેર વિખેર થઈ ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -