જસદણ: ખુલ્લી જીપમાં હાર્દિક પટેલનો રોડ શો, મોટી સંખ્યામાં પાટીદારો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોઈપણ ચાલી શકે પણ અહંકારી અને દમનકારી સરકાર તો નહીં જ ચાલે. દિવસભર રોડ-શો યોજ્યા બાદ સુરતના વરાછા વિસ્તારમાં હાર્દિક પટેલે ભાજપ સરકાર ઉપર સીધા પ્રહાર કર્યા હતાં. એટલું જ નહીં હાજર જંગી મેદનીને પરિવર્તન માટે મતદાન કરવાના સંકલ્પ પણ લેવડાવ્યા હતાં.
આપણે આવનારી પેઢીના હક્ક માટે લડાઈ લડી રહ્યાં છીએ. છતાં હજુ આ લડાઈમાં પાછા પડીએ છીએ. પાટીદાર સમાજના આગેવાનોએ સમાજના હેતુ અને હિતની વાત નહીં કરી. હજુ પણ નહીં સમજીએ તો આપણો ધ્યેય સિદ્ધ નહીં થાય.
હાર્દિકે આ સભામાં વાત કરતા કહ્યું હતું કે, આંદોલનની લડત એ આપણાં હકની લડત છે, અમે કોઈ પાર્ટીઓને જીતાડવા કે હરાવવા નથી આવ્યા, ચોખા અને કેરોસીન માટે અનામત નથી જોઈતું, રોજગાર માટે જોઈ છે.
આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની સભા કરતા પણ હાર્દિક પટેલની સભામાં વધારે લોકો ઉમટી રહ્યા છે. સુરતમાં હાર્દિક પટેલની સભા હાલ યોગી ચોક ખાતે ચાલી રહી છે. જેમાં મોટી સંખ્યામાં પાટીદારોની જનમેદની ઉપસ્થિત રહી હતી. હાર્દિકે સુરતમાં હુંકાર રેલી પણ કરી હતી.
પાસ કન્વીનગર હાર્દિક પટેલનો રોડ શો લીલાપુર ગામથી જસદણ અને આટકોટ ગામે પૂર્ણ થયો હતો. જેમાં પાટીદાર સમાજના મોટી સંખ્યામાં યુવકો બાઈક સાથે જોડાયા હતા. જ્યારે કેટલાય યુવાનો કાર સાથે જોડાયા હતા. જસદણમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજ દ્વારા હાર્દિક પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રોડ શોને લઇને પોલીસનો રૂટ પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
જસદણ: ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પ્રચારનો રંગ જામ તો જાય છે. ત્યારે આજે પાસ કન્વીનર હાર્દિક પટેલ જસદણ તાલુકામાં છે. જસદણના લીલાપુર ગામથી હાર્દિક પટેલના રોડ શોની શરૂઆત થઈ હતી. જેમાં ખુલ્લી જીપમાં હાર્દિક પટેલ સવાર હતો જ્યારે તેની સાથે મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતાં. આ રોડ શોમાં ડી.જે.ના તાલે રોડ પર પાટીદારો ડાન્સ કરતા જોવા મળ્યા હતા. તેમજ દરેક જગ્યાએ હાર્દિક પટેલને કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -