ત્રીજી વન-ડે પહેલાં ફરી એકવાર ગુજરાતનો કયો ખેલાડી નવી હેર સ્ટાઈલમાં જોવા મળ્યો, જાણો વિગત
આ વખતે પંડ્યાએ તેના વાળને વાદળી રંગ કર્યો છે. ડરબન અને સેન્ચુરિયન વન-ડે જીત્યા બાદ ભારતીય ટીમ બુધવારે કેપટાઉન વન-ડે પણ જીતવા પ્રયાસ કરશે. ભારતીય ટીમ પાસે આ મેચ જીતવાની સોનેરી તક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલુક્સની સાથે મોટે ભાગે એક્સપેરિમેન્ટ કરનારા હાર્દિક પંડ્યાએ ફરી આવું જ કંઈક કર્યું છે. જોકે આ વખતે ફેન્સને તેનો આ લુક પસંદ આવ્યો છે અને તેનાં વખાણ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સેન્ચુરિયન વન-ડે પહેલાં જ હાર્દિક પંડ્યાએ હેરને કંઈક અલગ કલર કરાવ્યો હતો, જે બાદ લોકોએ તેની ખૂબ મજાક ઉડાવી હતી. હાર્દિક પંડ્યાની પહેલી તસવીર ઈન્ડિયન ક્રિકેટ ટીમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવી હતી.
ત્રીજી મેચના એક દિવસ પહેલાં હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં હાર્દિક પંડ્યા ફરી એક વાર નવી હેર સ્ટાઈલમાં નજરે પડ્યો છે.
હવે ત્રીજી વન-ડે મેચમાં તે ટીમમાં પોતાની હાજરી જરૂર નોંધાવી શકે છે. હાર્દિક પંડ્યા વિસ્ફોટક બેટિંગ ઉપરાંત પોતાની સ્ટાઈલને કારણે પણ ચર્ચામાં રહે છે.
વન-ડે સિરીઝ પહેલાં બે મેચમાં હાર્દિક પંડ્યા કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. પહેલી બે વન-ડેમાં પંડ્યા જ્યારે બેટિંગમાં આવ્યો ત્યારે ભારતને જીતવા માટે માત્ર 14 રનની જરૂર હતી. જ્યારે બોલિંગમાં બંને મેચમાં પંડ્યા વિકેટ ઝડપવામાં નિષ્ફળ રહ્યો હતો.
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી બની ગયેલ અને ગુજરાતી ખેલાડી હાર્દિક પંડ્યાની ગણના આજે વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડર્સમાં થવા લાગી છે. હાર્દિક પંડ્યાએ તેની બેટિંગ અને બોલિંગથી દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -