રાહુલે ગુજરાતના આ યુવા નેતાને કોંગ્રેસમાં રાષ્ટ્રીય સ્તરે સોંપી બહુ મોટી જવાબદારી, જાણો કોણ છે આ નેતા?
લાલજી દેસાઈનો જન્મ સુરેન્દ્રનગરના મેરા ગામમાં થયો હતો. તે બાળપણમાં 18 કિલોમીટર દૂર દુધ આપવા માટે જતા હતા. લાલજી દેસાઈએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેઓ પોતાની કોલેજની ફી ભરવા માટે કોલેજમાં રહેલી ગાયને દોહવા જતા હતા. તેમણે શરૂઆતના દિવસોમાં આગા ખાનમાં કામ કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, લાલજી દેસાઈ એ ગાંધી વિચારધારાને વરેલા છે. તે ઘણાં લાંબા સમયથી જાહેર જીવનમાં અનેક સામાજીક કાર્યો સાથે જોડાયેલ છે. લાલજી દેસાઈએ રાઈટ ટુ એજ્યુકેશન અને રાઈટ ટૂ લેન્ડલેસ, ખેડૂતો વગેરે માટેના કાયદા બનાવવામાંમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
કોંગ્રેસને લાગે છે કે ગુજરાત ચૂંટણીમાં અશોક ગેહલોતના નેતૃત્વમાં પક્ષે સારી કામગીરી કરી હતી. તેના કારણે તેમેન રાજસ્થાનની જવાબદારી પણ સોંપાઈ છે. ગેહલોત રાજસ્થાનની જવાબદારી સારી રીતે નિભાવી શકે એટલે અશોક ગેહલોત પાસેથી ગુજરાતનું પ્રભારી પદ પાછું લઈ લેવામાં આવ્યું છે અને તેમના સ્થાને રાજીવ સાતવને ગુજરાતના પ્રભારી બનાવ્યા છે. ગુજરાતમાં ભરતસિંહ સોલંકીના સ્થાને ધારાસભ્ય અમિત ચાવડાની પ્રદેશ પ્રમુખ પદે નિયુક્તિ કરવામાં આવી છે.
આ પેહાલ રાહુલ ગાંધીએ રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતને પાર્ટીના સંગઠન મહાસચિવ બનાવ્યા છે. અશોક ગેહલોત હવે જનાર્દન દ્વિવેદીનું સ્થાન લેશે. જનાર્દન દ્વિવેદી સોનિયા ગાંધીના અત્યંત નિકટના અને વિશ્વાસુ મનાય છે. કહેવાય છે કે ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસના સારા દેખાવનું ઈનામ અશોક ગેહલોતને મળ્યું છે.
આરએસએસની સામે સેવાદળની ભૂમિકા મજબુત કરવા તેમજ મૃતઃ પાય સ્થિતિમાં રહેલા સેવાદળને ફરી એકવાર ઉભું કરવાની મહત્વની જવાબદારી લાલજી દેસાઈને અપાઈ છે. ત્યારે યુવાઓને પણ સેવા દળમાં જોડવા માટે અભિયાન શરૂ કરવામાં આવશે એમ નવા હોદ્દેદાર લાલજી દેસાઈએ જણાવ્યું હતું.
આ પહેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં જ જાહેરાત કરી હતી કે કોંગ્રેસમાં યુવાઓને વધારે તક આપવામાં આવશે. ત્યાર બાદ કોંગ્રેસ પક્ષમાં એક પછી એક મહત્વની જવાબદારી યુવા નેતાઓને આપવામાં આવી રહી છે.
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પતાની ટીમ બનાવાવની શરૂ કરી દીધી છે. રાહુલ ગાંધીએ ગુજરાતના યુવા નેતા લાલજી દેસાઈને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેવા દળના મુખ્ય આયોજકની જવાબદારી સોંપવામાં આવી છે. તેમને મહેન્દ્ર દોશીના સ્થાન પર નિયુક્ત કરવામાં આવ્યા છે. લાલજી દેસાઈ આવતા અઠવાડિયે પોતાનો કાર્યભાર સંભાળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -