તહેવારની મજા બગાડશે વરસાદ! આગામી પાંચ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે
અપરએર સાઈક્લોનિક સરક્યુલેશનને કારણે ગુરુવારે રાજ્યમાં વરસાદી માહોલને કારણે મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો હતો, જેને કારણે મોટાભાગનાં શહેરોનું મહત્તમ તાપમાન 32 ડિગ્રીથી નીચું નોંધાયું હતું. તેમજ આગામી પાંચ દિવસો દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન ગુરુવારે કરતાં 2 ડિગ્રી ગગડીને 32.8 ડિગ્રી અને લઘુતમ તાપમાન 25.2 ડિગ્રી નોંધાયું હતું. તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 8.30 કલાકે 85 ટકા અને સાંજે 5.30 કલાકે 72 ટકા નોંધાયું હતું. તેમજ સાંજ પડતાં શહેરમાં પડેલા હળવા વરસાદ બાદ શહેરમાં ઠંડકનું મોજું પ્રસરી ગયું હતું.
અમદાવાદઃ આગામી દિવસોમાં લોકોની તહેવારની મજા બગડી શકે છે. કચ્છઅને અરબી સમુદ્રમાં સર્જાયેલું અપરએર સરક્યુલેશન ગુજરાતનાં વિવિધ વિસ્તારમાં સક્રિય બન્યું છે. જેને કારણે આગામી પાંચ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગનાં આંકડાઓ મુજબ, શુક્રવારે શહેરમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ છવાયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -