વિદ્યાર્થીઓને માત્ર 1 હજારમાં મળશે ટેબ્લેટ, મુખ્યમંત્રીના હસ્તે લોન્ચિંગ, જાણો કોને મળશે આ ટેબ્લેટ
અગાઉ નીતિન પટેલે કરેલી જાહેરાત પ્રમાણે ગુજરાતમાં આ વર્ષે ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ કોલેજો અને પોલીટેકનિકમાં પ્રવેશ મેળવનાર અંદાજે 3,50,000 જેટલા તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનોને ફક્ત 1000 રૂપિયાની ટોકન કિંમતે ટેબ્લેટ આપવામાં આવશે. આ યોજના હેઠળ લગભગ સાડા ત્રણ લાખ વિદ્યાર્થીઓને રાહત દરે ટેબ્લેટ મળશે.બી.એ., બી.કોમ., બી.એસ.સી., બી.બી.એ., એન્જીનીયરીંગ, મેડીકલ સહિત કોઈ પણ ક્ષેત્રમાં આગળના અભ્યાસક્રમ માટે એડમિશન લેનાર વિદ્યાર્થીઓને સ્ટાન્ડર્ડ કંપનીના ટેબ્લેટ માત્ર રૂપિયા 1000માં આપવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ટેબ્લેટનો માર્કેટ રેટ રૂપિયા 6થી7 હજાર થાય છે. બજેટમાં ટેબ્લેટ સાથે રૂપિયા. 261 કરોડના ખર્ચે ડિજીટલ લર્નિંગ માટે ડિજિ-સ્કૂલ ઇનિશીયેટીવની જાહેરાત કરાઇ હતી. પ્રાથમિક શિક્ષણની 1200 સ્કૂલોમાં ધો. 7 અને 8ના 2400 વર્ગોમાં 84 હજાર વિદ્યાર્થીઓના શિક્ષણ માટે કોમ્પ્યુટર, સ્માર્ટ ઇન્ટરએક્ટિવ બોર્ડ, આઇઆર કેમેરા, પ્રોજેક્ટર અને ડિજિટલ પેનનો ઉપયોગ કરી સ્માર્ટ કલાસની શરૂઆત કરાશે. પ્રાથમિક-માધ્યમિક સ્કૂલોમાં ઇન્ટરનેટના જોડાણ સહિતની ઇ-લર્નિંગવાળી સ્કૂલો શરૂ કરાશે. ઓનલાઇન પરીક્ષા લેવા માટે વધુ 37 કોલેજોમાં ડિજિટલ એજ્યુકેશન લર્નિગ લેબ ઊભી કરાશે.
બજારમાં અનેક પ્રકારના ટેબ્લેટ અને મોબાઈલ મળે છે. સ્ટુન્ડટ્સને આ ઈન્ટ્રુમેન્ટ ખરીદવા મોંઘા પડતાં હોય છે. ત્યારે રાજ્ય સરકાર રાહતદરે માત્ર એક હજાર રૂપિયામાં જ આ ટેબ્લેટ આપી રહી છે. આ પહેલા સાડા ત્રણ લાખ વિદ્યાર્થીઓને રૂપિયા એક હજારના ટોકનદરે ટેબ્લેટ આપવાની જાહેરાત કરાઇ હતી.
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી કન્વેશન સેન્ટર ખાતે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્ટે ટેબ્લેટ લોન્ચિંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભુપેન્દ્ર ચુડાસમા, અમદાવાદના કલેક્ટર અવંતિકા સિંહ સહિતના હાજર રહ્યા હતા. ટેબ્લેટમાં લોન્ચિગ મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ અને તેમના વાલીઓએ હાજરી આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -