અંક્લેશ્વરઃ યુવકે વોટ્સએપ પર યુવતી સાથે ચેટ કરતાં-કરતાં કર્યો આપઘાત, લાઈવ તસવીરો થઈ વાયરલ
તાલુકા પી.આઈ. વડુકરનો આ અંગે સંપર્ક સાધતા તેમને આ અંગે તપાસ કઈ પણ આવ્યું ના હોવાનું જણાવ્યું હતું. ત્યારે ઘટના સત્ય શું છે એ પોલીસ તપાસ દરમિયાન બહાર આવશે પણ હાલતો યાદવ પરિવાર યુવાન પુત્ર મોતના સદમાં હોવાથી તેમનો સંપર્ક કરતા સંપર્ક થઇ શક્યો ના હતો ખરેખર ઘટના શું બની છે. એ તપાસ અને ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆપઘાત પૂર્વે અભિષેકે કોઈક યુવતી સાથે સોશિયલ મિડીયા પર ચેટિંગ કરતા-કરતા મસ્તી મસ્તીમાં ગળે ફાંસો ખાઈ લીધો હોવાનું પણ ચર્ચા ચાલી રહી છે. ગળે ફાંસો ખાતા તેના સેલ્ફી ફોટો પણ સોશિયલ મિડીયામાં વાયરલ થયા છે. જો કે આ બાબતે પોલીસ અજાણ હોવાનું જાણવા મળી રહ્યું છે.
માતા અને ભાઈ લગ્નમાં ગયા હતા તો પિતા બહાર કામ અર્થે ગયા હતા તે દરમિયાન ઘરે અભિષેક એકલો હતો. બાંવ સંદર્ભે પિતા ગયારામ કાલુરામ યાદવ દ્વારા તાલુકા પોલીસ મથકે જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને યુવકનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડીને ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીની સંજાલી ગામની હદમાં એસબીઆઈ બેંક પાસે આવેલ નવદીપ કોમ્પલેક્ષમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશનો યુવક અભિષેક યાદવ ગત 20મી ડિસેમ્બરે ઘરમાં એકલતાનો લાભ લઈને પંખા સાથે દુપટ્ટાનો ફંદો બનાવીને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
યુવાને કોઈક યુવતી સાથે સોશિયલ મિડીયામાં ચેટિંગ કરતી વખતે મસ્તી-મસ્તીમાં અંતિમ પગલું ભર્યું હોવાની ચર્ચા ચાલી રહી હતી. મોબાઈલમાં યુવતી જોડે વાતચીત કરતા કરતા પંખા સાથે ફોટા પણ સેન્ડ કર્યાં તેવા ફોટો પણ બહાર આવ્યું છે. પોલીસે આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીનાં સંજાલી પાસે નવદીપ કોમ્પલેક્ષમાં રહેતા એક યુવાને પંખા સાથે દુપટ્ટાનો ફંદો બનાવીને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -