ગુજરાતી જીવાદોરી નર્મદા ડેમમાં કેમ ખૂટ્યું પાણી, સરકાર લોકોને પાણી આપવા માટે શું કરશે, જાણો વિગત
રાજ્યની 66 ટકા વસતી પીવાના પાણી માટે સંપૂર્ણપણે નર્મદા પર આધારિત છે. ગુજરાતની તમામ 8 મહાનગરપાલિકા, 9,900 ગામડાં અને 168 નગરોને નર્મદાનું પાણી આપવામાં આવી રહ્યું છે. નર્મદા એકમાત્ર સોર્સ હોવાથી હવે અન્ય કાયમી સોર્સ અંગે ગુજરાત સરકારે વિચાર કરવો પડે તેવી સ્થિતિ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકારણ કે જો ચોમાસામાં શરૂઆતના તબક્કે સારો વરસાદ ન પડે તો પાણીની અછત લંબાઈ શકે તેમ છે. જેથી સરકારે અત્યારથી જ પાણી બચાવવાનું અભિયાન શરૂ કરવા અને પાણીના અન્ય વિકલ્પો શોધવાની કવાયત હાથ ધરી છે.
આ કારણે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ પાક માટે સિંચાઇનું પાણી આપવાનું બંધ કરવાની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. બીજીતરફ પીવાના પાણી માટે પણ ઉનાળાનો સમય આકરો બને તેવી સ્થિતિ છે.
જોકે ગત ચોમાસામાં માત્ર 4.5 મિલિયન એકરફિટ પાણી મળ્યું છે, જેમાંથી 3.5 મિલિયન એકર ફિટ પાણીનો વપરાશ થતાં હાલ નર્મદા ડેમમાં કુલ પાણીમાંથી ગુજરાત માટે માત્ર 1 મિલિયન એકરફિટ પાણી વધ્યું છે.
ગત ચોમાસામાં મધ્યપ્રદેશમાં વરસાદ ઓછો પડ્યો હોવાથી નર્મદામાં પાણીની આવક લગભગ અડધા જેટલી થઈ ગઈ છે. ગુજરાતને નર્મદાનું પાણી સામાન્ય રીતે 9 મિલિયન એકરફિટ જેટલું મળતું હતું.
ઉનાળામાં સમસ્યા વિકટ બને તે પહેલાં આગોતરા પગલાં માટે ગુજરાત સરકારે તાકીદની બેઠક બોલાવી હતી. જેમાં નર્મદા સિવાયના પાણીના વિકલ્પો શોધવા અને શહેરી વિસ્તારોમાં પાણી કાપ સહિતના પગલાં લઈ પાણી બચાવવા માટે અભિયાન હાથ ધરવા સહિતના પગલાં સૂચવવામાં આવ્યા છે.
ગાંધીનગર: ગુજરાતની 66 ટકા વસ્તી પીવાના પાણી માટે જેના પર આધારિત છે તે નર્મદા ડેમમાં પાણીનો જથ્થો સીમિત હોવાને કારણે ગુજરાતમાં આગામી સમયમાં પીવાના પાણીની કારમી અછત સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ગુજરાત પાસે નર્મદાનું હવે માત્ર 1 મિલિયન એકરફિટ પાણી રહ્યું છે જે આગામી ચોમાસા સુધી ચલાવવાનું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -