તોગડિયાએ નરેન્દ્ર મોદી સામે શું કર્યો આક્ષેપ? સંજય જોશીની નકલી સેક્સ સીડી મુદ્દે શું બોલ્યા?
સંજય જોશીની નકલી સેક્સ સીડી બનાવવામાં કોનો હાથ હતો તેનું રહસ્ય પણ સમય આવ્યે ખોલવા તોગડિયાએ ચીમકી ઉચ્ચારી હતી. તેમણે પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ક્રાઈમ બ્રાન્ચ દિલ્હીના ઈશારે કામ કરતી હોવાનો આક્ષે કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રવીણ તોગડિયાએ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી જે કે ભટ્ટ સામે કાયદાકીય પગલા લેવાની પણ ચિમકી આપતાં કહ્યું કે મેં મારા વકિલોની સલાહ લીધી છે અને હું તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરીશ. તોગડિયાએ એમ પણ કહ્યું હતું કે ક્રાઇમ બ્રાંચ તેમની વિરૂધ્ધ ષડયંત્ર કરે છે. ભટ્ટ અડધી રાતે મારા કાર્યકરોને ઉઠાવે છે અને ધમકીઓ આપે છે.
પ્રવીણ તોગડિયાએ આરએસએસના નેતા સંજય જોશીની કથિત અભદ્ર સીડી અંગે પણ કહ્યું હતું કે આ સીડી નકલી હતી અને આવી સીડી બનાવવા પાછળ કોનો હાથ હતો તેનો રાઝ તે સમય આવે ખોલશે. તેમણે સંજય જોશીની સીડીને વહેતી કરવા પાછળ ક્રાઇમ બ્રાંચનો જ હાથ હતો તેવો આક્ષેપ કર્યો હતો.
તોગડિયાએ આક્ષેપ કર્યો છે કે, ક્રાઇમ બ્રાન્ચના જેસીપી જે. કે. ભટ્ટ વડાપ્રધાન સાથે સતત સંપર્કમાં છે અને તેમના ઈશારે પોતાને પરેશાન કરી રહ્યા છે. તેમણે ભટ્ટની કોલ ડિટેઇલ કઢાવવા માંગણી કરી છે. ડો. તોગડિયાએ આરએસએસના નેતા સંજય જોશીની નકલી સેક્સ સીડીનો મુદ્દો પણ ઉઠાવ્યો છે.
પ્રવીણ તોગડિયાએ અમદાવાદના જોઇન્ટ કમિશનર ઓફ પોલિસ જે. કે. ભટ્ટ પર સીધો પ્રહાર કરતાં જણાવ્યું કે તે દિલ્હીના ઇશારે કામ કરે છે. જે કે ભટ્ટ પીએમ નરેન્દ્રભાઈ મોદી સાથે સતત સંપર્કમાં રહેતા હતા. પ્રવીણ તોગડિયાએ જે કે ભટ્ટે છેલ્લા 15 દિવસમાં પીએમ સાથે કેટલી વાત કરી તેની કોલ ડીટેલ કઢાવવાની પણ માંગણી કરી.
અમદાવાદઃ વિશ્વ હિન્દૂ પરિષદના આંત રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.પ્રવીણ તોગડિયાએ સીધો ભાજપ સામે મોરચો માંડ્યો છે અને કેન્દ્રની ભાજપ સરકાર સામે સીધા પ્રહારો કર્યા છે. તેમણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. પ્રવીણ તોગડિયાએ ખુલ્લેઆમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવી આક્ષેપોની ઝડી વરસાવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -