મહારાષ્ટ્રના યુવકે નશામાં કાપી નાખ્યું પોતાનું પ્રાઈવેટ પાર્ટ પછી શું થયું, જાણો વિગત
રવિવારે સાંજે ઘરમાં કોઈ હાજર ન હતું ત્યારે આશરે સાતેક વાગ્યાના સુમારે વિલાસે બ્લેડ વડે ગુપ્તાંગ કાપી નાંખ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિલાસના મોટા ભાઇ સુરેશ વાવળેએ જણાવ્યું હતું કે, તેનો નાનો ભાઈ વિલાસ અસ્થિર મગજનો છે, તે બેકાર હોય ઘરે પડી રહે છે, તેને નશાની આદત પણ છે.
તેને લોહીલુહાણ હાલતમાં વલસાડની જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવારાર્થે દાખલ કરાયો હતો, જ્યાં તેની હાલત ગંભીર બનતા, સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં હાલ તબીબોએ તેની સારવાર શરૂ કરી છે.
રવિવારે તેની માનસિક સ્થિતિ વધુ બગડી હતી અને તેણે દારૂ પીધો હતો ત્યાર બાદ તેણે દારૂના નશામાં ક્યાંકથી બ્લેડ લઈ આવી પોતાનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતું.
મહારાષ્ટ્રના પાલઘર ચારોટી ટોલનાકા નજીક રહેતો વિલાસ જયરામ વાવરે (23) ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાય રહ્યો છે. દારૂની લત ધરાવતા વિલાસે થોડો સમયથી દારૂ પીવાનું બંધ કરી દીધું હતું.
વલસાડ: મહારાષ્ટ્રના પાલઘરના અસ્થિર મગજના યુવકે દારૂના નશામાં બ્લેડ વડે પોતાનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતું. તેને લોહીલુહાણ હાલતમાં વલસાડની જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવારાર્થે દાખલ કરાયો હતો, જ્યાં તેની હાલત ગંભીર બનતા તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -