શંકરસિંહ બાપુને મનાવવા મહેન્દ્રસિંહ શનિવારે બાપુનો બર્થ ડે ઉજવશે ભવ્ય રીતે પણ બાપુ જ હાજર નહીં રહે, જાણો કારણ
21 જુલાઇ શંકરસિંહના જન્મદિને પુત્ર મહેન્દ્રસિંહે સમર્પણ એજ્યુકેશન એન્ડ રિસર્ચ કેમ્પસ, ગાંઘીનગરના બેનર હેઠળ જન્મોત્સવ ઉજવવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ શંકરસિંહે મહેન્દ્રસિંહને 7 દિવસમાં ભાજપમાં જોડાવા મુદ્દે ખુલાસો કરવા નહીંતર રાજકીય સંબંધો પૂરા સમજવાનું અલ્ટીમેટમ આપ્યું છે. મહેન્દ્રસિંહે ભાજપમાં જોડાતા પહેલા પિતાને પૂછવાની પણ તસ્દી ના લીધી તેનાથી તેમના સમર્થકો પણ નારાજ થયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કે જેમને મનાવવા માટે જે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તે શંકરસિંહ વાઘેલા જ આ પ્રસંગે હાજર નહીં રહે. જન્મદિને શંકરસિંહ વાઘેલા ગુજરાતમાં નહીં હોય, ત્યારે પુત્ર તેમનો જન્મદિન કઇ રીતે ઉજવશે તેવા અનેક સવાલો વસંત વગડે અને તેમના સમર્થકોમાં સર્જાઇ રહ્યાં છે.
પોતાના જન્મદિને ખુદ શંકરસિંહ ગુજરાતમાં નથી, ત્યારે મહેન્દ્રસિંહ કઇ રીતે જન્મોત્સવ ઉજવશે? તેઓ ભાજપ અને સમર્થકોને જન્મોત્સવના બહાને એવો સંદેશો આપવા માંગે છે કે સબ સલામત છે, બાપુ માની ગયા છે. કોઇ નારાજગી નથી, પરંતુ આ દેખાડામાં પોતે બાપુ જ ગેરહાજર હશે.
અમદાવાદઃ ગુજરાતના કદ્દાવર નેતા શંકરસિંહ વાઘેલાનો આવતીકાલે (21 જુલાઈ)એ જન્મદિવસ છે. આ દિવસને ખાસ બનાવવા માટે શંકરસિંહ વાઘેલના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા પિતાનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવાની જાહેરાત કરી છે. જોકે શંકરસિંહ વાઘેલા મહેન્દ્રસિંહ ભાજપના જોડાતા તેનાથી નારાજ થઈ છે. ત્યારે મહેન્દ્રસિંહ વાઘેલા અવસરના બહાને એવું સાબિત કરવા પ્રયાસ કરશે કે શંકરસિંહ વાઘેલા તેમનાથી નારાજ નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -