કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે શંકરસિંહ વાઘેલા પર કર્યા આકરા પ્રહાર, જાણો શું કહ્યું...
શંકરસિંહ વાઘેલા મુદ્દે તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસે તેમને બધુ આપ્યું. કોંગ્રેસે તમને મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી બનાવ્યા. પાર્ટીએ દરેક શક્ય મદદ તમને કરી પરંતુ તેમે આવી વિકટ સ્થિતિમાં પક્ષ છોડી દીધો. તમે અહમદ પટેલ જેવી વ્યક્તિ સાથે વિશ્વાસઘાત કર્યો, જેણે હંમેશા તમારી મદદ કરી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત તેમણે પોરબંદરના ધારાસભ્ય અને મંત્રીની પણ ટીકા કરી હતી. તેમણે પોરબંદરના બિરલા હોલમાં આયોજિત બુથ કાર્યકર્તા સંમેલનમાં પણ હાજરી આપી હતી અનેકાર્યકર્તાઓ આગામી વિધાનસભા ચુંટણી માટે સજજ થઈ જવા અપીલ કરી હતી.
શંકરસિંહવાઘેલા અંગે દિગ્વિજયસિંહે જણાવ્યું હતું કે તેમના જવાથી કોંગ્રેસનેકોઈ ફર્ક પડવાનો નથી. હજુ કોઈને કોંગ્રેસ છોડી જવું હોય તો જઈ શકે છે તેમ કહીને કોંગ્રેસ વ્યક્તિ નહીં વિચારધારા આધારિત પક્ષ છે. શંકરસિંહે જે રીતે પાર્ટી છોડી તેમાં કાયરતા દેખાય છે, આ રીતનું પગલું ક્ષત્રિયોને છાજે તેવું નથી.
દ્વારકા રવાના થતા પહેલા પોરબંદરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને સાથે વાતચીત કરતાં દિગ્વિજય સિંહે કહ્યું કે, જે રીતે નરેન્દ્ર મોદીજી અને અમિત શાહએ આપણને પપ્પૂ બનાવ્યા તે અભૂતપૂર્વ છે. વિકાસના ગુજરાત મોડલ પર સવાલ ઉઠાવતા કોંગ્રેસના નેતાએ કહ્યું કે, સામાજિક વિકાસના મામલે ગુજરાત અન્ય રાજ્યો કરતાં પાછલ છે અને વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન જે એમઓયૂ થાય છે તેના પર અમલ નથી થતો.
અમદાવાદઃ કોંગ્રેસના અગ્રણી નેતા દિગ્વિજય સિંહે દ્વારકામાં જગદગુરૂ શંકરાચાર્યજીના દર્શન કર્યાં. આ પહેલા તમણે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. ઉપરાંત તેમણે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડીને વિતેલા મહીને થયેલ રાજ્યસભાની ચૂંટણીમાં પાર્ટીના વરિષ્ઠ નેતા અહમદ પટેલ વિરૂદ્ધ વોટ કરનાર અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પર પણ પ્રહાર કર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -