રાજ્યસભાની બેઠક માટે ગુજરાત કોંગ્રેસના કયા ત્રણ નેતાઓના નામ મોખરે, જાણો વિગત
અરૂણ જેટલીની ઉમેદવારી નિશ્ચિત છે, જ્યારે અન્ય ઉમેદવારો ભાજપ પાર્ટી નક્કી કરશે. ગુજરાતમાં કુલ 4 રાજ્યસભા બેઠકો છે જેમાં ભાજપ અને કોંગ્રેસને બે-બે બેઠક મળે તેવી શક્યતા છે. આગામી એપ્રિલ અને મે મહિનામાં ખાલી પડનારી રાજ્યસભાની 58 બેઠકો માટે 23 માર્ચે મતદાન યોજાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતે જ દિવસે જ સાંજે 5 વાગ્યા પછી મતગણતરી શરૂ કરવામાં આવશે. ગુજરાતની 4 બેઠકો માટે પણ 23 માર્ચે મતદાન યોજવામાં આવશે. રાજ્યસભામાં 5 વર્ષ પૂર્ણ કરી નિવૃત થતાં 4 સભ્યોની ચૂંટણી આવી રહી છે. જેમાં ભાજપ તરફથી અરૂણ જેટલી, શંકર વેગડ, મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાનો સમાવેશ થાય છે.
રાજ્યસભા ચૂંટણીના ઉમેદવારો આજથી અને 12 તારીખ સુધી ફોર્મ ભરી શકાશે. 13 માર્ચે ફોર્મની ચકાસણી કરવામાં આવશે, જ્યારે 15 માર્ચ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. ત્યાર બાદ મતદાન કરવાની જરૂર પડે તો 23 માર્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આ ઉપરાંત દિલ્હીથી પણ રાષ્ટ્રીય નેતાઓને ગુજરાતમાંથી ચૂંટણી લડવા માટે સ્થાન આપવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. બીજી તરફ રાજ્યમાં રાજ્યસભાની 4 બેઠકો માટેની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
બીજા ઉમેદવાર તરીકે દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજનું નેતૃત્વ કરનાર ઈશ્વર વહિયા અને નારણ રાઠવાનું નામ ચાલી રહ્યું છે. રાજ્યસભાની ટિકીટની રેસમાં અગાઉ શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીના નામ આગળ હતા પણ બંનેનાં પત્તા કપાઈ શકે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બાદ રાજ્યસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારો પસંદ કરવાની કવાયત હાથ ધરી છે. રાજ્યસભા માટે કોંગ્રેસના મહામંત્રી દીપક બાબરિયાનું નામ સૌથી મોખરે હોય તેમ સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -