ભાજપના આ નેતાના ઘરે છે લગ્ન અને પોલીસ પેપર લીક કાંડમાં ઉપાડી ગઈ, જાણો વિગત
જયેન્દ્ર રાવલના પુત્ર રાજા રાવલે જણાવ્યું હતું કે, મારા પિતા ભાજપના સક્રિય કાર્યકર છે. મારાં લગ્નની તૈયારી ચાલી રહી છે ત્યારે મારા પિતાની અટકાયતથી દુઃખનો માહોલ છે. મારા પિતા ફક્ત મનહર પટેલ સાથે ડ્રાઈવર તરીકે જતાં હતાં. અમે ઈચ્છીએ કે મારા પિતા જલદીથી જલદી ઘરે આવે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસે અટકાયત કરી છે તે જયેન્દ્ર રાવલના પુત્રના 10મી ડિસેમ્બરે લગ્ન છે. લગ્ન હોવાથી કંકોત્રી પણ વહેંચી દેવાઈ છે. એટલું જ નહીં પરિવાર તરફથી તમામ તૈયારી પણ પૂરી કરી દેવાઈ છે. લગ્ન નજીક છે ત્યારે ઘરના મોભીની અટકાયતથી પરિવારના સભ્યો મૂંઝવણમાં મૂકાઈ ગયો છે.
જયેન્દ્ર ભાજપના ખૂબ જ સક્રિય કાર્યકર હતો. તેમજ મનહર પટેલને જ્યારે જરૂર હોય ત્યારે તેને તેની સાથે ડ્રાઈવર તરીકે લઈ જતો હતો. આ સિવાય તેમની કોઈ ભૂમિકા નથી આવું ગામના લોકોએ જણાવ્યું હતું. પોલીસ તેને તેના ઘરેથી જ ઉઠાવી ગઈ હતી. જ્યારે પોલીસ સ્ટેશન જઈને તેને છોડી મૂકવાની વિનંતી કરી હતી.
પેપર લીક મામલે ધરપકડ કરવામાં આવેલા મનહર પટેલ નામના ભાજપના કાર્યકરે પૂછપરછ દરમિયાન તેમના ડ્રાઈવર તરીકે જયેન્દ્ર રાવલ કામ કરતા હોવાનું જણાવ્યું હતું. જયેન્દ્ર રાવલ ભાજપના પૂર્વ મહામંત્રી રહી ચુક્યો છે.
સાઠંબાની મુલાકાત લેતા માલુમ પડ્યું કે જયેન્દ્ર રાવલના પુત્રના 10મી ડિસેમ્બરના રોજ લગ્ન છે. એક બાજુ લગ્નની તૈયારી ચાલુ છે ત્યારે પરિવારના મોભીની અટકાયત કરવામાં આવતા હાલ આખો પરિવાર ચિંતામાં મૂકાઈ ગયો છે.
મોડાસા: લોક રક્ષક દળ (એલઆરડી)ના પેપર લીક મામલે ગાંધીનગર ક્રાઇમ બ્રાંચે બાયડના સાઠંબા ગામના જયેન્દ્ર રાવલ નામના ભાજપના કાર્યકરની અટકાયત કરી છે. હાલ તેની પૂછપરછી ચાલુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -