સાબરકાંઠામાં એક જૂના કેસમાં હાર્દિક પટેલ વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ, જાણો શું છે આરોપ
અમદાવાદઃ સાબરકાંઠામાં હાર્દિક પટેલ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદમાં જાહેરસભામં ઉશ્કેરણીજનક શબ્દો ઉચ્ચાર્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમળતી માહિતી અનુસાર, સાબરકાંઠાના વડાલી તાલુકાના કેશરગંજ ગામ ખાતે 5મી ડિસેમ્બરે યોજાયેલી સભામાં હાર્દિક પટેલ દ્વારા અભદ્ર ભાષાનો પ્રયોગ કરાયો હતો.
હાર્દિક પટેલે જાહેર સભામાં ઉશ્કેરણીજનક શબ્દો ઉચ્ચાર્યા હતાં તેવા આરોપસર નાયબ મામલતદારે પોલીસ ફરિયાદ નોંધાવી હતા. આ ફરિયાદના આધારે વડાલી પોલીસે જાહેરનામાં ભંગની કલમ લગાવી કાર્યવાહી કરી હતી.
આ મુદ્દે શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે ગૂર્જર મહાસભાના એક યુવક મિલિંદ ગૂર્જર નામના વ્યક્તિ તરફથી આ શાહી ફેંકવામાં આવી છે. ઘટના બાદ હાર્દિક પાસે રહેલા લોકોએ શાહી નાંખનાર યુવકની બરાબરની ધોલાઈ કરી નાંખી હતી. આ દરમિયાન પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ PASS નેતા હાર્દિક પટેલ પર સાહી ફેકાવામાં આવી હતી. મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ પર શાહી ફેંકવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -