✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

USમાં રહેતા પટેલ દંપત્તીનાં જ્ઞાતિના રિવાજથી થયેલા છૂટાછેડાને હાઈકોર્ટે આપ્યો મોટો ઝાટકો, જાણો શું કહ્યું....

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Jul 2018 02:25 PM (IST)
1

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે એનઆરજી પટેલ દંપત્તીના છૂટાછેડાને કાયદેસરની માન્યતા આપવાનો ઇનકાર કરી દીધો છે. દંપત્તીએ ક્ષાતિના રિવાજ અનુસાર છૂટાછેડા લીધા હતા અને તેને માન્ય રાખવા કોર્ટમાં દાવો કર્યો હતો. જોકે કોર્ટે આ છૂટાછેડાને કાયદાકીય રીતે માન્ય રાખ્યા ન હતા.

2

વર્ષ 2016માં કપલ ભારત આવ્યું જ્ઞાતિના રિવાજો અનુસાર વડીલોની હાજરીમાં છૂટાછેડા લીધા અને મેરેજ રજિસ્ટ્રારની ઓફિસમાં તેની નોંધ કરાવી હતી. જોકે અમેરિકાના અધિકારીઓએ આ છૂટછેડાને માન્ય ન રાખ્યા અને કોર્ટે મંજૂર કરેલા દસ્તાવેજ રજૂ કરવા કહ્યું હતું. ત્યાર બાદ પતિએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી.

3

ફેમિલી કોર્ટના ચૂકાદાને કપેલ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જોકે હાઈકોર્ટમાં જસ્ટિસ અકીલ કુરેશી અને બીએમ કારિયાની બેન્ચે નીચલી કોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો હતો. કોર્ટે નોંધ્યું કે, લગ્ન હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે થયા હોય તે રદ્દ પણ તે હેઠળ જ થઈ શકે અને કોર્ટ છૂટાછેડા માટેના કારણથી સંતુષ્ટ હોય તો જ તે છૂટાછેડાને મંજૂરી આપી શકે. જ્ઞાતિના રિતરિવાજ અનુસાર થયેલા ડિવોર્સને કોર્ટ માન્યતા ન આપી શકે. જે જ્ઞાતિમાં પોતાના રિતરિવાજ અનુસાર છૂટાછેડા થતાં હોય તેને કોર્ટ માન્યતા આપી શકે. જોકે પટેલોમાં આ રીતે છૂટાછેડા થતા નથી.

4

કોર્ટે કહ્યું કે, જ્ઞાતિના રિવાજો અનુસાર લીધેલા છૂટાછેડાને કોર્ટ માન્યતા આપી શકે નહીં. નોંધનીય છે કે, પટેલ દંપતીએ 25 જુન 2011ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બન્ને અમેરિકામાં સેટલ થયા હતા. જોકે આ લગ્નજીવન લાંબી ચાલ્યું નહીં અને એક વર્ષની અંદર જ બન્નેએ છૂટા પડવાનો નિર્ણય કર્યો.

5

જોકે ફેમિલી કોર્ટે ડિસેમ્બર 2017ના રોજ ચુકાદો આપ્યો અને આ છૂટાછેડાને કાયદાકીય માન્યતા આપવાની ના પાડી. કોર્ટે નોંધ્યું કે, છૂટાછેડાની તારીખ અને પતિ દ્વારા અપાયેલી જુબાનીમાં જે તારીખનો ઉલ્લેખ છે તેમાં તફાવત છે. કોર્ટે એ પણ નોંધ્યું કે, રજિસ્ટ્રારની ઓફિસમાં ફરજ બજાવતા અધિકારીની પણ તપાસ કરવામાં આવી નથી જેથી આ છૂટાછેડાને કાયદાકીય માન્યતા આપી ન હતી.

  • હોમ
  • ગુજરાત
  • USમાં રહેતા પટેલ દંપત્તીનાં જ્ઞાતિના રિવાજથી થયેલા છૂટાછેડાને હાઈકોર્ટે આપ્યો મોટો ઝાટકો, જાણો શું કહ્યું....
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.