‘પોલીસે સગર્ભાઓને પણ જેલમાં પુરી છે ત્યારે ભજીયાં ખાઈને લાકડીનો માર ન ભુલી જતાં’
ખેડૂતોની મુલાકાતે આવેલા હાર્દિક પટેલે વારંવાર જણાવ્યું હતું કે, હું કોઇ વોટ માંગવા માટે કે રાજકારણ કરવા આવ્યો નથી પરંતુ તે સાથે જ ચૂંટણી સમયે એ લોકોને બતાવી દો અને મતદાન સમયે ભજીયા ખવડાવે તો આ લાકડીનો માર ભુલી ન જતાં. આમ રાજકારણ કરવા નહીં આવ્યા હોવાની વાત છતાં હાર્દિક પટેલનો રાજકીય એજન્ડા સ્પષ્ટ થતો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોકો સાથે વાતચીત કર્યા બાદ હાર્દિક પટેલે કહ્યું હતું કે, સગર્ભા મહિલાઓ સહીતની મહિલાઓ અને ખેડૂતો જેલમાં છે ત્યારે તમે સૌ જાગૃત બનો. એક બે ગામનો નહીં પણ 15 ગામનો પ્રશ્ન છે. બે વર્ષથી તમે લડો છો. ત્યારે એક લાખ ખેડૂતો ભેગા થાવ અને તમારો અવાજ બનાવો. ચૂંટણી આવે ત્યારે આ લાકડીના ઘા ભૂલી ન જતાં પણ જાગૃત બનજો, કારણ કે વાંક સરકાર કે પોલીસનો નહીં આપણો છે. આપણે બધુ ભુલી જઈએ છે એ આપણો વાંક છે.
ભાવનગર: છેલ્લા ત્રણ વર્ષથી પાસ નેતા હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલન ચલાવી રહ્યો છે ત્યારે હવે ખેડૂતોના પ્રશ્નો લઈને સરકાર સામે વિરોધ કરી રહ્યો છે શનિવારે હાર્દિકે ભાવનગરના નીચા કોટડા ગામે ખેડૂતો અને ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -