‘વિજાપુરમાં પટેલ સિવાય કોઈ આવશે નહીં અને જો આવે તો તેને પાડી દેજો’: હાર્દિક પટેલે બીજું શું કહ્યું?
આગામી 18 નવેમ્બર મહિનામાં માણસા અને વિજાપુર તાલુકાના પાટીદાર આંદોલનકારીઓ દ્વારા ઐતિહાસિક સંમેલન યોજવામાં આવશે જેમાં હજારોની સંખ્યામાં જોડાવવા હાર્દિકે આહ્વાન કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત હાર્દિક પટેલ સોશિયલ મીડિયામાં પણ બહુ જ એક્ટિવ છે જ્યારે સોમવારે ભાજપ દ્વાપા ગૌરવ યાત્રા મહાસંમેલન યોજવામાં આવ્યું હતું જે હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા જેમાં નરેન્દ્ર મોદીએ સભા સંબોધી હતી. જોકે હાર્દિક પટેલે સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે આજે PMની સભા ફ્લોપ રહી અને જનતાએ કહી દીધું કે અબ કી બાર ઘર જાઓ ભાજપ!
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે મારા પપ્પા જો ભાજપમાંથી ઉભા રહે ને તો પણ ભાજપને વોટ ના આપતા. અમે પાટીદાર સમાજનું સ્વમાન બચાવવા માટે લડીશું. જ્યારે વિજાપુરમાં ચૂંટણીને લઈને હાર્દિકે કહ્યું હતું કે, પટેલ સિવાય બીજો કોઈ આવશે નહીં અને જો આવે તો તેને પાળી દેજો.
વિજાપુર તાલુકાના પાટીદાર આંદોલનકારીઓના સંમેલનમાં મોટી સંખ્યામાં યુવાનો આવ્યા હતા. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે સવા વર્ષ પછી મારા કાંતિકારી ભાઈઓને મળ્યો તે બદલ બહુ ખુશ છું અને વિજાપુરને મારા નમન. હાર્દિક પટેલની વાતો સાંભળીને પાટીદાર યુવાનોમાં ખુશી જોવા મળી હતી.
મહેસાણા જિલ્લામાં હાર્દિક પટેલને ભાજપે પ્રતિબંધ કર્યો હોવાને કારણે સોમવારે સાંજે વિજાપુર અન માણસા બોર્ડર પર પાટીદાર યુવાનો દ્વારા એક સંમેલન રાખવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં પાટીદાર યુવાનો જોડાયા હતા જ્યારે હાર્દિક પટેલ પણ હાજર રહ્યો હતો.
સોમવારે સાંજે મહેસાણા જિલ્લાના વિજાપુર બોર્ડર પર પાટીદાર અનામત આંદોલનનું સંમેલન રાખવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં પાટીદાર યુવાનો જોડાયા હતા. આ ઉપરાંત હાર્દિક પટેલે વિજાપુર અને માણસાના પાટીદાર આગેવાન સાથે બેઠક પણ કરી હતી.
વિજાપુર: ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું છે તેમાં ગુજરાતની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે હાર્દિક પટેલ સહિતના પાટીદારોએ વધુ જોર પકડ્યું છે. જ્યારે મહેસાણામાં હાર્દિક પટેલના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જેને આજે સવા વર્ષ જટલો સમય થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -