'પાસ'ના નરેન્દ્ર પટેલે 1 કરોડના લાંચ કાંડમાં ભાજપના ક્યા 6 નેતા સામે નોંધાવી પોલીસ ફરિયાદ?
જોકે મે ના પાડતા જીતુભાઇ ઉશ્કેરાઇ ગયા હતા અને ધમકી આપી કેસમાં ફિટ કરવાનું જણાવ્યું હતું. પછી ઇચ્છા વિરુદ્ધ ભાજપનો ખેસ પહેરાવી દીધો હતો અને ગાડીમાંથી 10 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. પછી મે મારા મિત્ર ભાવેશને વાત કરી પ્રેસ કોન્ફરન્સ કરી કરતૂત ખુલ્લી પાડી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્યાં જીતુભાઇએ જણાવ્યું હતું કે, તને પાસમાં શું મળશે ભાજપમાં આવી જા તને ઘણું બધુ આપીશું. પછી ત્યાંથી ભાજપના કાર્યાલય(અડાલજ) ખાતે ગયા હતા. ત્યાં ભરતભાઇ પંડ્યા, મહેશ દાઢી, ડો.રૂત્વીજ પટેલે હાજર હતા. તેમણે મારો ફોન લઇ લીધો હતો અને ભાજપમાં જોડાઇ જવાનું કહી 1 કરોડની ઓફર કરી હતી.
બાદમાં 21 ઓક્ટોબરના રોજ વરુણ પટેલ મને મળવા આવ્યો હતો પરંતુ હું મળી શક્યો ન હતો. બીજા દિવસે વરુણે મને તેના ઘરે મળવા બોલાવ્યો હતો અને અનામત આંદોલન સાથે જોડાયેલા તમામ લોકોને ભાજપમાં જોડાઇ જવા મોટી રકમની ડીલની લાલચ આપી હતી.
અરજીમાં છેતરપિંડી, વિશ્વાસઘાત, ગુલામ તરીકે ખરીદી કરવી, ચૂંટણીમાં ખોટું કથન કરાવવું સહિતની કલમ હેઠળ ગુનો બનતો હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. બીજી તરફ લાંચ પેટે આપવામાં આવેલા 10 લાખ રૂપિયા પણ મુદ્દામાલ તરીકે કોર્ટમાં જમા કરાવવા દાદ માગી છે. ચાર્જ કોર્ટે ફરિયાદ રજિસ્ટર કરી વધુ સુનાવણી બુધવારે રાખી છે.
અમદાવાદઃ હાર્દિક પટેલના સાથી અને પાટીદાર નેતા નરેન્દ્ર પટેલને ભાજપમાં જોડાવવાના બદલામાં રૂપિયા આવાનો મામલો હવે કોર્ટમાં પહોંચ્યો છે. નરેન્દ્ર પટેલે ખુદ આ મામલે એક અરજી ગાંધીનગરની કોર્ટમાં ફાઈલ કરી છે. નરેન્દ્ર પટેલે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત છ સામે કોર્ટમાં ફરિયાદ કરી છે.
ડીલ કોણ કરવા માગે છે તે માટે હું જાણવા માગતો હોવાથી તેની હામાં હા કરી હતી. પછી મને 1 કરોડ રૂપિયા આપવાનું કહી સાંજે 5.30 વાગ્યે ઇન્ફોસિટી બોલાવ્યો હતો. જેથી હું ત્યાં જતા તેણે મને તેની કારમાં બેસાડ્યો હતો. પછી વરૂણ મને એક મકાનમાં લઇ ગયો હતો અને ત્યાં જીતુભાઇ વાઘાણીને મળાવ્યા હતા.
નરેન્દ્ર પટેલે ફરિયાદમાં કહ્યું છે કે, હું મહેસાણા જિલ્લાનો પાસનો કન્વિનર છું અને આરોપી વરુણ પટેલ 21 ઓક્ટોબરના રોજ ભાજપમાં જોડાયો હતો. ત્યારથી તે ફોન પર મારી સાથે સંપર્કમાં હતો. વરૂણે મને કહ્યું કે ભાજપમાં જોડાઇ જાવ તો આર્થિક લાભો મળશે. ત્યારે મે જણાવ્યું હતું કે, અંગત સ્વાર્થ માટે હું સમાજમાં કેવી રીતે તોડ ફોડ કરાવું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -