નર્મદા ડેમના લોકાર્પણ માટે આજે ગુજરાત આવશે PM મોદી, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
11.15 કલાકે ડભોઇ ખાતે જાહેર સભાને સંબોધશે. બપોરે 2.35 કલાકે અમરેલી જશે. સાંજે 5.35 કલાકે ભાવનગરથી દિલ્હી જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App16મી સપ્ટેમ્બરે, રાત્રે અમદાવાદ આવશે. 17મી સપ્ટેમ્બરે 9.15 કલાકે કેવડિયા ખાતે નર્મદા ડેમ સાઇટ પર નર્મદા બંધના ગેટ બંધ કરી ડેમનું લોકાર્પણ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શનિવારે રાત્રે 9 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. ત્યાંથી તેઓ રાજભવનમાં રાત્રી રોકાણ કરશે અને રવિવારે સવારે ગાંધીનગર નજીકના રાયસણ ખાતે રહેતાં તેમના માતા હીરાબાના આશીર્વાદ લઈ કેવડિયા જવા રવાના થશે. આગળ વાંચે બે દિવસનો કાર્યક્રમ...
ગાંધીનગરઃ ગુજરાતના બે દિવસનો પ્રવાસ ગુરુવારે પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે 17મી સપ્ટેમ્બરે પોતાના જન્મદિને નર્મદા ડેમ રાષ્ટ્રને અર્પણ કરવા માટેના કાર્યક્રમ માટે શનિવારે રાત્રે ફરીથી ગુજરાત આવી રહ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન આ ડેમનું પૂજન-આરતી કર્યા બાદ તેઓ ડભોઈ ખાતે જનસભાને સંબોધન કરશે. બપોરે તેઓ અમરેલીમાં નવનિર્મીત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું લોકાર્પણ કરીને ગુજરાત સરકારના સહયોગથી પુનર્જિવિત કરાયેલી અમર ડેરીનો પ્રારંભ કરાવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -