રો-રો ફેરી સર્વિસનું લોકાર્પણ કરી PM મોદીએ આપી દિવાળી ગિફ્ટ, ગુજરાતીઓને પાઠવી નવા વર્ષની શુભેચ્છા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ માટે કેન્દ્ર સરકાર દ્વારા 117 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. નાણાકીય અગવડતાઓને કારણે સતત લંગડાઇ રહેલા આ પ્રોજેક્ટને તેનાથી ફાયદો મળશે. કેન્દ્ર દ્વારા ફાળવવામાં આવેલા નાણા ઘોઘાથી દહેજ વચ્ચેના દરિયાઇ ડ્રેજીંગ, કેપિટલ ડ્રેજીંગ માટે વાપરવામાં આવશે. કેન્દ્રના આ પગલાથી ફેરી સર્વિસને ફાયદો થશે.
પોન્ટૂન એટલે કે દરિયામાં ફેરી લાંગરવાની ફ્લોટિંગ જેટી અને દરિયાકિનારે ટર્મિનલ બિલ્ડિંગથી બ્રિજ અને પોન્ટૂન વચ્ચે આશરે 96 મીટરનો 900 ટનથી વધુ વજનનો સ્ટીલનો ફ્લોટિંગ લિન્ક સ્પાન પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરવાનો થાય છે. લગભગ 12 મીટર ઊંચા દરિયાઈ મોજાંની સતત ઉછળકૂદ વચ્ચે પોન્ટૂન અને લિન્ક સ્પાન પણ સતત ફ્લોટિંગ રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન ઘોઘા-દહેજ ફેરી સર્વિસ પ્રોજેક્ટમાં હાલ પેસેન્જર ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી છે. ડિસેમ્બરમાં ઘોઘા ખાતેનો લિન્ક સ્પાન લાગી ગયા બાદ પૂર્ણત: રો-રો ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી છે. જેમાં 150 મોટા વાહનો અને 1,000 મુસાફરોની સમાવેશ કરવામાં આવશે. ભાવનગરથી દહેજ વચ્ચેનું સડક માર્ગનું અંતર 310 કિ.મી. છે જે ઘોઘા-દહેજ વચ્ચે દરિયાઇ માર્ગે ફક્ત 31 કિ.મી.નું થઇ જશે. આમ સમયની બચત પણ થશે અને કિંમતી ઇંધણની પણ બચત થશે, સાથોસાથ માર્ગ અકસ્માતોમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.
ભાવનગર: સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનું સડક માર્ગનું ભારણ ઘટાડનાર અને ભાવનગર જિલ્લાના વિકાસની નવી ક્ષિતીજો ખોલનાર ઘોઘા-દહેજ ફેરી સર્વિસનું રવિવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ ઘોઘા ખાતેથી કરવામાં આવ્યું હતું અને પ્રથમ પેસેન્જર ફેરી બોટમાં નરેન્દ્ર મોદી ઘોઘાથી દહેજની મુસાફરી કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -