અમરેલીઃ યુવકે યુવતી સાથે પરાણે સેક્સ માણી કર્યો બળાત્કાર, હવે પોલીસ અધિકારી શું કરે છે દબાણ?
અમરેલીઃ બગસરામાં બળાત્કાર કેસમાં પોલીસ દ્વારા ધરપકડ કરવાના બદલે પીડિતાને લગ્ન કરવા દબાણ કરવામાં આવતું હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ અધિકારી યુવતીને આરોપી સાથે લગ્ન કરવા અને સમાધાન માટે દબાણ કરી આરોપીને છાવરાતો હોવાના મુદ્દે યુવતીએ આત્મવિલોપન કરી લેવાની ચીમકી આપતાં ખળભળાટ મચી ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુવતીએ અરજીમાં લખ્યું છેકે, પોલીસ અધિકારી યુવતીને આરોપી સાથે ફેસબૂક અને નેટ પર વાતો કરવાનું અને આરોપીને લગ્ન માટે મનાવવાનું કહેતા હતા. તેનો આરોપ છે કે, અધિકારીએ તેણે એમ પણ કહ્યું હતું કે, તેઓ તેને 20 લાખ રૂપિયા આપશે. જેમાંથી તેને પાંચ લાખ રૂપિયા રાઇટરને આપી દેવાના છે. આમ, યુવતીએ પોલીસે આરોપી સાથે મોટો આર્થિક વહિવટ કર્યાનો આક્ષેપ પણ કર્યો છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે બગસરાના શાપરમાં રહેતી બળાત્કાર પીડિતા યુવતીએ જિલ્લા પોલીસવડાના લેખિત અરજી કરીને જણાવ્યું છે કે, એક મહિના પહેલા તેણે લલીત રામજી સોંલકી સામે બળાત્કારની ફરિયાદ કરી હતી. યુવતીએ પોલીસ અધિકારી સામે અરજીમાં આક્ષેપ કર્યો છે અને કહ્યું છે કે, અધિકારી આરોપીની ધરપકડ કરવાના બદલે સમાધાન કરી લેવા વારંવાર દબાણ કરતા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -