ગુજરાતની 3 અને પ. બંગાળની 6 રાજ્યસભા સીટો માટે આજે મતદાન, અહમદ પટેલ માટે પ્રતિષ્ઠાનો સવાલ
ગુજરાતમાં આજે રાજ્યસભાની ત્રણ સીટો માટે મતદાન છે. જેમાં બે સીટો પર ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કેંદ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીની જીત પાક્કી માનવામાં આવી રહી છે. પરંતુ ત્રીજી સીટ માટે અહમદ પટેલની દાવેદારી સામે ભાજપે ત્રીજો ઉમેદવાર ઊભો કરી મુશ્કેલીઓ વધારી દીધી છે. ભાજપે કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા બળવંત સિંહને ત્રીજા ઉમેદવાર બનાવવામાં આવ્યો છે. જો કે અહમદ પટેલે મીડિયા સામે દાવો કર્યો છે કે તેમની જીત પાક્કી છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કે ગુજરાતમાં એનસીપીના 2 ધારાસભ્ય છે જેમા કાંધલ જાડેજાએ ભાજપને મત આપવાનો નિર્ણય કર્યો છે જ્યારે એનસીપીના બીજા નેતાએ અહમદ પટેલને સાથ આપવાની વાત કરી રહ્યા છે. જેડીયુના પક્ષના પણ એક ધારાસભ્ય છોટુભાઇ વસાવા પણ અહમદ પટેલને મત આપે તેવી શક્યતા છે. હવે અહમદ પટેલ રાજ્યસભા પોંહચશે કે નહીં તે સવાલ ખૂબજ રસપ્રદ બની ગયો છે જેનો જવાબ સાંજ સુધીમાં સામે આવશે.
કૉંગ્રેસને આશા છે કે, કૉંગ્રેસ છોડવાનું જાહેર કરી ચુકેલા શંકર સિંહ વાઘેલા અને તેના સમર્થક તમામ ઘારાસભ્ય અહમદ પટેલને વોટ આપશે. જો કે શંકર સિંહ વાઘેલા અને સમર્થક ધારાસભ્યએ હજુ સુધી ખુલાસો કર્યો નથી કે તે મત કોને આપશે. વાઘેલા માત્ર એટલું જ કહી રહ્યા છે કે તે NOTA પર એટલે કે કોઇજ ઉમેદવાર ને મત નહીં આપવાનો વિકલ્પ પસંદ નહીં કરે.
ગુજરાત વિધાન સભામાં કુલ 182 સભ્ય છે. કૉંગ્રેસના 6 ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે. હવે વિધાનસભામાં 176 ધારાસભ્ય બચ્યાં છે. તેમાં ભાજપ પાસે 121 અને કૉંગ્રેસના 51 ધારાસભ્ય છે. જેમા જીતવા માટે ઉમેદવારને ઓછામાં ઓછા 45 ધારાસભ્યના મત જોઇએ. ભાજપના ધારાસભ્યની વાત કરીએ તો અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીની જીત નક્કી છે.
નવી દિલ્લી: આજે ગુજરાતની 3 અને પશ્ચિમ બંગાળની 6 સીટો માટે રાજ્યસભા ચૂંટણી થવાની છે. આજે સવારે 9 વાગ્યેથી સાંજે 4 વાગ્યે સુધી મતદાન થશે. સાંજે 5 કલાકે મતગણતરી શરૂ થશે અને સાત વાગ્યા સુધી પરિણામ જાહેર કરવામાં આવશે. તમામ સીટો પર સાંસદોનો કાર્યકાળ 18 ઓગસ્ટે પુરો થશે. આ તમામ ચૂંટણીમાં ગુજરાતનો મુકાબલો સૌથી રસપ્રદ માનવામાં આવી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -