અમદાવાદ: પાટીદાર નેતા હાર્દિક પટેલની બહેન મોનિકા પટેલના ‘શાહી’ લગ્ન, આવો હતો જલસો
અમદાવાદ: અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલની સગી બહેન મોનિકા પટેલના લગ્નની તૈયારી વિરમગામમાં કરવામાં આવી હતી. જેમાં છેલ્લા બે દિવસથી લગ્નની તૈયારીઓ ધામધૂમથી કરવામાં આવી હતી. હાર્દિક પટેલની બહેન મોનિકાના લગ્નમાં પાટીદાર સહિત રાજકારણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે પણ આ લગ્નમાં હાજરી આપી હતી. જ્યારે કોંગ્રેસી કોર્પોરટર પણ જોવા મળ્યા હતાં. સુરતના કોંગ્રેસી કોર્પોરેટર નીલેશ કુંભાણીએ પણ હાજરી આપી હતી.
સંગીત સંધ્યા માટે ભવ્ય સ્ટેજ સજાવવામાં આવ્યું હતું. આ સમારંભમાં સંગીત માટે ગુજરાતના પ્રખ્યાત લોકગાયિકા અલ્પા પટેલ હાજર રહ્યા હતાં. આ સમારંભમાં જનક તળાવીયા, લાઠી તાલુકા પંચાયતના ઉપપ્રમુખે હાજરી આપી હતી જે કોંગ્રેસના નેતા છે.
મોનિકાના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા હતા જેના માટે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી. જેમ કે લગ્નની ચોરી ભવ્ય રીતે સજાવવામાં આવી હતી. જ્યારે હાર્દિક પટેલનો પિતરાઈ ભાઈ રવિ પટેલ બુલેટ પર મોનિકાને બેસાડીને ફિલ્મી સ્ટાઈલથી એન્ટ્રી મારી હતી.
હાર્દિક પટેલની બહેન મોનિકાના લગ્નમાં વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો.પ્રવીણ તોગડિયાએ હાજરી આપી હતી. જ્યારે ગઢડા સ્વામીનારાયણ સંપ્રદાયના સંત એસ.પી.સ્વામીએ પણ હાજરી આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -