71-યુદ્ધની કચ્છની વિરાંગનાઓની કથા પરથી બનશે 'રનવે' ફિલ્મ, જાણો કોણ છે પ્રોડ્યુસર્સ
એ સમયે માધાપર ગામની 300 જેટલી મહિલાઓના ગ્રુપે 72 કલાકમાં પોતાનું કાર્ય પૂર્ણ કરીને રનવેને પાછો જૈસે થે કરી આપ્યો હતો. બાદમાં તો સરકારે આ મહિલાઓને 50,000 રૂપિયાનું રાકડ ઈનામ આપીને સન્માન પણ કર્યું હતું. માધાપર ગામમાં તાજેતરમાં આ વીરાંગનાઓના સન્માનમાં સ્મારક પણ ઊભું કરવામાં આવ્યું છે. સંદીપ સિંઘે આ સમાચારને સમર્થન આપતા જણાવ્યું છે કે, આ ફિલ્મ 1971ના યુદ્ધની ઘટના પરથી પ્રેરિત છે અને કેવી રીતે એક મહિલાએ અન્ય મહિલાઓને પ્રેરણા આપીને દેશ માટે મહત્વનું ગણી શકાય એવું કાર્ય કર્યું. આ એક ખૂબ પ્રેરણાદાયી સ્ટોરી છે અને અમારુ ચોમાસા પછી શૂટિંગ શરૂ થશે. 2018માં ફિલ્મ રિલીઝ કરીશું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App1971ના યુદ્ઘમાં જયારે પાકિસ્તાની હવાઈ હુમલામાં ભુજ એરફોર્સના હવાઈમથક રનવે પર બોમ્બમારો કરીને તેને નુકસાન પહોચાડ્યું હતું. ત્યારે ભુજની ભાગોળે જ આવેલા માધાપર ગામની સાહસિક વિરાંગનાઓએ હવાઈ હુમલાની પરવા કર્યા વિના હિંમત દર્શાવીને આ રનવે રિપેર કરી આપ્યો હતો અને તેને લઈને ભુજ હાઈવે પરથી ભારતીય યુદ્ધ વિમાનો ઉડવા લાગ્યા હતા અને પાકિસ્તાનને પરાસ્ત કર્યું હતું. આ યુદ્ધને પગલે જ પાકિસ્તાનના બે ભાગ પડ્યા હતા. બાંગલાદેશનો જન્મ થયો હતો.
અમદાવાદઃ ભારત તથા પાકિસ્તાનમાં સૌનું ધ્યાન ખેંચી જનારી ફિલ્મ સરબજીતનું નિર્માણ કરનાર નિર્માતા-નિર્દેશ બેલડી સંદીપ સિંઘ અને ઓમાંગ કુમારે હવે 1971ના ભારત-પાક યુદ્ધના સમયે ભુજના હવાઈમથકે રનવે રિપેર કરવામાં મદદરૂપ થનારી માધાપર ગામની વિરાંગનાઓની રિયલ સ્ટોરી પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે. ફિલ્મનું નામ પણ હવે 'રનવે' રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.
1971ના એ યુદ્ઘમાં પાકિસ્તાની યુદ્ધવિમાનોએ નેપામ બોમ્બ ઝીંક્યા હતાં. 14 દિવસમાં 35 વખત હવાઈ મથક પર હુમલો કરવામાં આવ્યો હતો અને 92 બોમ્બ તથા 22રોકેટનો પાકિસ્તાને વરસાદ કર્યો હતો. રનવેને વ્યાપક નુકસાન થયું હતું અને ભારતીય યુદ્ઘ વિમાનો આ રનવેનો ઉપયોગ કરીને ઉડી શકે એમ નહોતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -