ગુજરાતના મુખ્યમંત્રીના પરિવાર પર સેબીએ ફટકાર્યો દંડ, જાણો શું હતો આરોપ
સેબીએ મે, 2016માં આ 22 એકમોને પીએફયૂટીપીના નિયમ અંતર્ગત ઉલ્લંઘન કરવાના આરોપામાં કારણદર્શક નોટીસ ફટકારી હતી. આ યાદીમાં રૂપાણીના હિન્દૂ અવિભાજિત પરિવારનો 18મો નંબર હતો. આ સંબંધમાં રૂપાણી તથા અન્યની ઓફીસે ફોન કરવામાં આવ્યો પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. બિઝનેસ સ્ટાન્ડર્ડે આ મામલે તપાસ કરી તે તેને જાણવા મળ્યું કે, રૂપાણીના એચયૂએફનો પાન નંબર ચૂંટણી પંચની વેબસાઈટ પર તેના સોગનંદનામામાં આપવામાં આવેલ પાન નંબર સાથે મેચ કરતો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબિઝનેસ સ્ટાન્ડર્ડમાં પ્રકાશિત અહેવાલ અનુસાર સેબીને તપાસમાં જાણવા મળ્યું કે, 22 એકમ એકબીજા સાથે જોડાયેલ છે અને તેના પર કુલ 6.9 કરોડ રૂપિયાનો દંડ ફટકારવવામાં આવ્યો છે. રૂપાણીના એચયૂએફ પાસેથી 15 લાખ રૂપિયાનો દંડ વસુલવામાં આવશે. ત્રણ અન્ય વ્યક્તિઓ પાસેથી 70-70 લાખ રૂપિયા અથવા તેનાથી વધારે રકમ વસુલવામાં આવશે.
27 ઓક્ટોબરના 31 પેજના આદેશમાં જનરલ મેનેજર અને જ્યૂડિશિઅલ ઓફિસર રચના આનંદે કહ્યું કે, નોટિસ મેળવનારા લોકો પર ઉલ્લંઘનનો આરોપ સાબિત થઈ ગયો છે અને આ ગંભીર ઉલ્લંઘન છે, માટે મારું માનવું છે કે, તેમાંથી 1થી લઈને 20 નંબર સુધીના એકમો પર સેબીની કલમ 15 એચએ અંતર્ગત આર્થિક દંડ લગાવવો જોઈએ.
સેબીનું કહેવું છે કે, દંડની રકમ ઉલ્લંઘનને અનુરુપ જ છે. આ 22 નામોમાં બે બ્રોકર છે, જેના દ્વારા કારોબાર કરવામાં આવ્યો હતો. એ બન્ને પાસેથી 8-8 લાખ રૂપિયાનો દંડ વસુલવામાં આવશે. કથિત રીતે હેરાફેરી જાન્યુઆરી, 2011થી જૂન, 2011ની વચ્ચે કરવામાં આવી હી.
સેબીએ કહ્યું કે જે એકમોને નોટિસ ફટકરાવાવમાં આવી છે, તેણે રોકાણકારોને આકર્ષિત કરવા માટે એક બીજા સાથે મોટા પાયે શેરનો કારોબાર શરૂ કર્યો. જ્યારે અન્ય રોકાણકારોએ આ કારોબારથી આકર્ષિત થઈને રોકાણ કરવાનું શરૂ કર્યું ત્યારે કેટલાક એકમોએ ઉંચી કિંમત પર શેર વેચાવનું શરૂ કર્યું. આ પ્રકારનો કારોબાર સ્પષ્ટ રીતે છેતરપિંડી દર્શાવે છે.
નવી દિલ્હીઃ સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ 22 સંસ્થાઓ અને વ્યક્તિઓને સારંગ કેમિકલ્સમાં વ્યાપારમા હેરાફેરી દોષિત ઠેરવ્યા છે. તેમાં ગુજરાતના મુખ્યંમંત્રી વિજય રૂપાણીના હિન્હુ અવિભાજિત પરિવાર (એચયૂએફ)નો પણ સમાવેશ થાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -