ગુજરાતનાં જાણીતા ઉદ્યોગપતિનો આપઘાત, પરિવારે કોની સામે કર્યા આક્ષેપ, જાણો વિગત
પરિવારે જણાવ્યું હતું કે, રાજકીય પ્રેશરને કારણે ફરિયાદ લેવામાં આવતી નથી. આખી ઘટનામાં સવારે પુત્ર દ્વારા અપાયેલ સ્ટેટમેન્ટમાં કુલ 12 આરોપીઓનાં નામ જાહેર કરાયા હતા. આ ઘટનામાં બિઝનેસમેન પિતા અને બે પુત્ર સામે આજથી આશરે દોઢ મહિના પહેલા ચેક રટર્ન અને છેતરપિંડીનાં કેસમાં 4.10 કરોડની વેપારીઓ દ્વારા ફરિયાદ દાખલ કરાઇ હતી. જેમાં પિતા-પુત્રની ધરપકડ કરાઇ હતી. આ કેસમાં છબીલદાસને જામીન મળ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘટનાને 40 કલાકથી વધુનો સમય વિતવા છતાં પણ કોઇપણ કાર્યવાહી કરવામાં આવી નથી અને મીડિયા સામે પણ પોલીસે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. જેથી પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ દાયરામાં છે.
આ શખ્શોએ 160 કોરા ચેકોમાં સહી કરાવી લીધી હતી. ત્યાર બાદ ચેક રિટર્નનાં કેસો કરી અમારી પર કેસ દાખલ કર્યાં હતા. જે લોકો મારા પિતાને ટોર્ચર કરતા હતા. જેથી મારા પિતાએ આ પગલું ભર્યુ હતું. તેમણે આ તમામ લોકો સામે ફરિયાદ દાખલ કરો પછી જ મૃતદેહ સ્વીકારાશે તેવું કહ્યું હતું.
ભાજપનાં ધારાસભ્ય ધનજીભાઇ પટેલ પણ આ મામલે પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતાં. છતાં આ કેસમાં કોઈ ફરિયાદ દાખલ ના કરાતાં મૃતદેહ હોસ્પિટલનાં રૂમમાં પડી રહ્યો હતો. આ કેસમાં બિઝનેસમેન છબીલ પટેલનાં સુસાઈડ બાદ એમના બન્ને પુત્રો જેમાં મોટા પુત્ર હિમાંશુ પટેલ જે દોઢ મહીનાથી જેલમાં હતો તેમણે મીડિયા સામે આવી કહ્યું હતું કે, 12 લોકો રૂપિયા માટે ટોર્ચર કરતાં હતાં જેનાં કારણે મારા પિતાએ આ પગલું ભર્યાંનો આક્ષેપ કર્યો હતો.
આ ઘટના બાદ પટેલ સમાજનાં ટોળાંએ હોસ્પિટલે ધસી આવી દંપતીને મરવા માટે મજબુર કરનારા શખ્શો સામે ગુનો દાખલ કરોની માંગણી કરી હતી. જોકે 40 કલાકથી વધુનો સમય વિતી ગયો હોવા છતાં આ કેસમાં કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી જેના કારણે પરિવારજનોએ મૃતદેહ લેવાની ના પાડી દીધી હતી જેને લઈને મામલો ગરમાયો હતો.
સુરેન્દ્રનગરનાં જાણીતા ઉદ્યોગપતિ અને શ્રીરામ પેપર મીલનાં માલિક છબીલદાસ પટેલ અને તેમના પત્ની જશુબેન પટેલે સજોડે નર્મદા કેનાલમાં પડી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં છબીલ પટેલનું મોત થયું હતું અને તેમના પત્નીને બચાવ ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -