અમદાવાદઃ યુવક જેના ઘરે રહેતો એ મિત્રની 26 વર્ષ મોટી માતા સાથે બાંધ્યા સંબંધ ને ભગાડી ગયો, જાણો પછી શું થયું?
અંતે પતિએ બાંયધરી આપી હતી કે પત્નીની સાથે મારઝૂડ નહીં કરે. તેમજ પત્નીએ પણ ભાગી ગયેલ યુવક સાથે સંબંધ ટૂંકાવ્યો હતો. જ્યારે તે યુવકને પરિવારે સુરત સંબંધીના ઘરે મોકલી દીઘો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્યાંથી તેમને લઈ આવી પતિએ મહિલા હેલ્પલાઇન 181ની મદદ માંગતા કાઉન્સિલર લીનાબહેને ત્યાં પહોંચ્યા હતા. ત્યારે મિત્ર સાથે ભાગેલ મિત્રની માતાએ કહ્યું હતું કે, પતિ મને સમજતો નથી વારંવાર મારઝૂડ કરે છે. જ્યારે આ યુવક મારા તમામ કામ કરે છે.
અમદાવાદ: અમદાવાદમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મિત્રને મદદ કરવા યુવકે ઘરમાં આશ્રય આપ્યો હતો. 46 વર્ષિય માતા 20 વર્ષિય પુત્રના 20 વર્ષિય મિત્રના પ્રેમમાં પડી હતી. બન્નેના પ્રેમ પ્રકરણની જાણ થતાં મહિલાના પતિએ પુત્રના મિત્રને ઘરમાંથી જતાં રહેવા કહ્યું હતું તો 46 વર્ષિય મહિલા 20 વર્ષિય પ્રેમી સાથે ભાગીને બહેનનાં ઘરે જતી રહી હતી. અંતે પતિએ મહિલા હેલ્પલાઇન 181 ‘અભયમ્’ની મદદ માંગી લગ્નેત્તર સંબંધ છોડાવી તૂટતું ઘર બચાવ્યું હતું.
જે મિત્રએ બીજા મિત્રને ઘરવા રહેવા માટે આશરો આપ્યો તેના પિતા ટ્રાન્સપોર્ટના કામથી મોટાભાગે બહાર રહેતા હતા. યુવકની કોલેજ ચાલુ હતી અને યુવકની 46 વર્ષિય માતા ઘરે એકલી હતી. માતા અને મિત્ર એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતો 20 વર્ષિય યુવક અને 20 વર્ષિય યુવક બન્ને એકબીજાના ખાસ મિત્રો હતા. મિત્રનો પિતા સાથે ઝઘડો થયો હતો જેના કારણે પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. જ્યારે બીજા મિત્રએ માતા-પિતાની પરવાનગીથી પિતાએ ઘરમાંથી કાઢી મૂકેલ મિત્રને પોતાના ઘરે આશ્રય આપ્યો હતો. છેલ્લા 4 મહિનાથી બંન્ને મિત્રો એક જ ઘરમાં રહેતા હતા.
જેની જાણ પત્નીના પતિને થતાં તેણે યુવકને ઘરમાંથી જતાં રહેવા કહેતા પત્નીએ જીદે ભરાઈને કહ્યું હતું કે, જો એને કાઢી મૂકશો તો હું પણ નહીં રહું અને યુવકની માતા મિત્ર સાથે ભાગીને બહેનના ઘરે ગઈ ત્યારે સાઢુ ભાઈએ મિત્ર સાથે આવી પહોંચેલ પત્નીના પતિને ફોન કરી કહ્યું આ બંન્ને અહીં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -