અમદાવાદ-હિંમતનગર હાઈવેના ટોલ ટેક્સમાં ઝીંકાયો વધારો, જાણો હવે કેટલો ચૂકવવો પડશે ટોલ ટેક્સ?
સાબરકાંઠા જિલ્લાના પ્રાતિંજ પાસેના કતપુર ટોલનાકે વાહનચાલકો પાસેથી હાઇવે ઓટોરીટી દ્વારા તગડો ટોલટેક્સ વસુલવા છતાં હાઇવે પર અનેક જગ્યાએ ગાબડા પડ્યા છે. તેને રીપેર કરવાની ફુરસદ મળતી નથી. 1 એપ્રિલથી વધુ પાંચ રૂપિયાનો વધારો ઝીંકાવાથી વાહનચાલકોમાં ભારેભારો રોષની લાગણી ફેલાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટોલ ટેક્સ વસુલવામાં આવી રહ્યો છે જેની સામે હાઇવે ઓથોરિટી દ્વારા કોઈ સગવડ આપવામાં આવતી નથી અને છેલ્લા કેટલાક સમયથી ઓથોરિટી દ્વારા તગડો ટોલ ટેક્સ લેવા છતાં પૂરતી સુવિધા આપવામાં આવતી નથી. ઉપરથી બીજો નવો ભાવ વધારો ઝીંકી દેતાં રોજીંદા તથા કાયમી અવર-જવર કરતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો છે.
ભારતીય રાષ્ટ્રીય ધોરી માર્ગ નેશનલ હાઇવે આઠ ઉપર ઓથોરિટી દ્વારા પ્રાંતિજના કતપુર ખાતે આવેલ ટોલનાકા ઉપર 1લી એપ્રિલથી રૂપિયા પાંચના વધારાને લઈ વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો છે. વાહન ચાલકો પર 5 રૂપિયાનો કમરતોડ ભાવ વધારો ઝીંકાયો છે.
અમદાવાદ: ચીલોડા-હિંમતનગર હાઈવે પર પ્રાંતિજ તાલુકાના કતપુર પાસે આવેલા ટોલનાકા પર હાઇવે ઓથોરિટી દ્વારા પહેલી એપ્રિલથી રૂપિયા પાંચનો કમરતોડ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. એક બાજુ આ વિસ્તારમાં હાઈવે ઓથોરિટી પૂરતી સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ પુરવાર સાબિત થઈ છે અને બીજી બાજુ વારંવાર ટોલટેક્સમાં ભાવવધારો ઝીંકી દેવાતા વાહન ચાલકોમાં રોષની લાગણી જોવા મળી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -