અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવેના ટોલ ટેક્સમાં ઝીંકાયો વધારો, જાણો હવે કેટલો ચૂકવવો પડશે ટોલ ટેક્સ?
કાર, જીપ તેમજ વાન માટે જુનો દર રૂપિયા 100 હતો તેમાં વધારો કરી રૂપિયા 105 કરવામાં આવેલ છે. આ ઉપરાંત અન્ય વાહનોના દરોમાં પણ વધારો કરવામાં આવ્યો છે જેનો અમલ પહેલી એપ્રીલથી શરૂ કરી દેવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક વર્ષ બાદ ટોલટેક્ષના દરોની સમિક્ષા કરવામાં આવી હતી અને એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થતાં કાર, જીપ અને વાન સહિતના દરેક વાહનો માટેના ટોલદરોમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો.
ત્યારબાદ વર્ષ-2014ના નવા નાણાંકિય વર્ષથી ટોલ દરમાં સતત વધારો થઇ રહ્યો હતો. આજથી અમલમાં આવેલા નવા દરોમાં કાર, જીપ તેમજ વાન માટેના ટોલ દરમાં વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે વાહન ચાલકો માટે મુસાફરી મોંઘી બની છે.
જોકે બાદમાં નવા નાણાંકીય વર્ષમાં ટોલમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વર્ષ-2013માં વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે પરથી ટોલ વસુલવાનો કોન્ટ્રાક્ટ આઈઆરબી કંપનીને સોંપવામાં આવ્યો હતો ત્યારે ટોલદરમાં 20 ટકા ઘટાડો થયો હતો.
ઉલ્લેખનીય છે કે મહાત્મા ગાંધી એક્સપ્રેસ-વે તરીકે ઓળખાતા આ એક્સપ્રેસ-વે પર મુસાફરી માટે છેલ્લે જુલાઇ-2013માં વાહનો પાસેથી લેવામાં આવતા ટોલટેક્ષના દરોમાં ઘટાડો કરાયો હતો.
કાર, જીપ તેમજ વાન માટે રૂપિયા 100 સિંગલ ટ્રીપ માટેનો ટોલ દર લેવામાં આવતો હતો પરંતુ તેમાં વધારો કરી હવેથી રૂપિયા 105 કરી દેવામાં આવ્યો છે. જોકે રીટર્ન ફી ચુકવનારને હવે રૂપિયા 150ના બદલે 155 ચુકવવા પડશે.
અમદાવાદ: વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર છેલ્લે વર્ષ-2013માં ટોલટેક્સના દરોમાં 20 ટકા સુધી ઘટાડો થયા બાદ સતત પાંચમાં વર્ષે પણ પાંચ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આજ (1 એપ્રિલ)થી કાર, જીપ તેમજ વાન સહિતના તમામ ભારે વાહનો માટે મુસાફરી મોંઘી બની છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -